Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 54

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૧ :
આત્માને પોતાના ઉપયોગચિહ્નમાં પરજ્ઞેયોનું આલંબન નથી. પરજ્ઞેયનું
અવલંબન કરીને થાય તે સાચો ઉપયોગ નહીં. ઉપયોગમાં દિવ્ય–ધ્વનિનું અવલંબન
નથી. ઉપયોગચિહ્ન તે કહેવાય કે જે પોતાના આત્માને જ અવલંબીને વર્તે બહારના
વૈકુંઠમાં (એટલે કે સ્વર્ગમાં) કાંઈ સુખ નથી, ત્યાં કાંઈ ભગવાન નથી બિરાજતા;
અંતરમાં જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ પોતાનો આત્મા તે જ સાચું વૈકુંઠ છે; તેમાં અંદર
જતાં ચૈતન્યભગવાનના ભેટા થાય છે.
ચૈતન્યનો જે ઉપયોગ તે સ્વયમેવ (પરના આલંબન વગર જ) જાણવાના
સ્વભાવવાળો છે. પરનું આલંબન કહેતાં ભગવાનનું, શાસ્ત્રનું, ગુરુનું કોઈ પણ
પરવસ્તુનું અવલંબન કરીને અટકે તો તે ઉપયોગમાં શુદ્ધઆત્મા લક્ષિત થતો નથી, માટે
આત્માના ઉપયોગલક્ષણમાં તે કોઈનું પણ અવલંબન નથી. પરના અવલંબનમાં તો
રાગ છે, તે કાંઈ આત્માનું ચિહ્ન નથી. રાગમાં કાંઈ સુખ નથી. રાગથી ભિન્ન એવો
નિર્વિકલ્પ અતીન્દ્રિય ઉપયોગ તેમાં જ પરમ સુખ છે. આનંદના ધામ પ્રભુને આ
શરમજનક શરીરો ધારણ કરવા પડે તે શોભતું નથી. ઉપયોગલક્ષણમાં રાગનું કે શરીરનું
ગ્રહણ નથી.
પર તરફ ઝુકતા ભાવને આત્માનું લક્ષણ કહેવાય નહીં. અંતરમાં ઝુકીને
આત્માના સ્વભાવમાં જે એકતા કરે ને રાગથી ભિન્નતા કરે તે ઉપયોગ જ આત્માનું
લક્ષણ છે; તેમાં આનંદ છે. સ્વજ્ઞેય–આત્મા સિવાય પરજ્ઞેય સાથે ઉપયોગનો સંબંધ નથી.
પરાવલંબી ઉપયોગ વડે આત્માને જાણી શકાતો નથી, માટે તે ઉપયોગને આત્માનું
સ્વરૂપ કહેતા નથી. આવો આત્મા જ્યાં અનુભવમાં લીધો ત્યાં ઉપયોગમાં પરજ્ઞેયનું
આલંબન નથી.
આત્માની અનંતશક્તિમાં એક શક્તિ ‘સ્વ–સ્વામીત્વસંબંધ’ નામની છે; પણ તે
શક્તિનું કાર્ય એવું નથી કે આત્મા પરનો સ્વામી થાય. આત્માનો સ્વ–સ્વામીત્વ સંબંધ
પોતામાં જ પૂરો થાય છે, પરમાં જતો નથી. આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે સાથે
આત્માને સ્વ–સ્વામીપણું છે. નિર્મળ ઉપયોગરૂપે આત્મા પોતે પરિણમે છે, ક્યાંય
બહારથી તે ઉપયોગ લાવતો નથી. આત્માને પરદ્રવ્યોથી વિભક્તપણું છે ને જ્ઞાનરૂપ
સ્વધર્મથી અવિભક્તપણું છે.–આવી નિર્મળ પર્યાય સહિતના શુદ્ધઆત્માને એકપણું તથા
ધ્રુવપણું છે–એમ પ્રવચનસારની ૧૯૨ મી ગાથામાં કહ્યું છે. સ્વભાવના અવલંબને
પ્રગટેલી, અને બીજા કોઈના અવલંબન વગરની એવી જ્ઞાનપર્યાયવાળો આત્મા છે.
બહારથી તેનું ગ્રહણ નથી માટે તેને અલિંગગ્રહણપણું છે. જ્ઞાનમાં