: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
આત્માની વાત સૂક્ષ્મ છે –
પણ સમજી શકાય તેવી છે
[રાજકોટ શહેરમાં ગુરુદેવ ૧પ દિવસ રહ્યા, તે વખતના પ્રવચનોમાંથી
કેટલોક ભાગ ગતાંકમાં આપ્યો હતો; વિશેષ અહીં આપવામાં આવ્યો છે.)
આત્માના સ્વભાવની આ વાત સૂક્ષ્મ છે; સૂક્ષ્મ છે પણ ન સમજાય એવી નથી;
જિજ્ઞાસાથી સમજવા માંગે તેને સમજાય તેવી છે, અને આ સમજવાથી પરમ હિત છે.
આત્માની સમજણ વગર બીજી કોઈ રીતે હિત નથી. અહા, કેવળજ્ઞાની થઈને
લોકાલોકને જાણવાની જેની તાકાત, તે એમ કહે કે મારા સ્વરૂપની વાત મને ન
સમજાય–એ તે કાંઈ એને શોભે છે? પોતે પોતાના સ્વરૂપની વાત કેમ ન સમજી શકે?
અંતરમાં દ્રષ્ટિ કરતાં પોતાનું સ્વરૂપ પોતાને સાક્ષાત્ સમજવામાં આવે છે, ને સાક્ષાત્
અનુભવ થાય એવી આ વસ્તુ છે. સમજ્યા વગર એમ ને એમ માની લેવાની વાત
નથી, પણ જાતે સમજીને અનુભવી શકાય એવી આ વાત છે. પોતાના સ્વાનુભવથી
પ્રમાણ કરવાનું આચાર્ય દેવે કહ્યું છે.
આ જગતમાં અનંત આત્માઓ ભિન્ન ભિન્ન બિરાજે છે; તેમાં દરેક આત્મા
ચૈતન્યમૂર્તિ આનંદ ધામ છે; વિકારરૂપે થવું તે તેનો સ્વભાવ નથી; પવિત્રપણે પરિણમવું
તે એનો સ્વભાવ છે. આવા સ્વભાવને ભૂલીને અજ્ઞાની રાગાદિભાવોના
કર્તાભોક્તાપણે પરિણમે છે. સમકિતી પોતાના નિર્મળ જ્ઞાનભાવરૂપે પરિણમે છે; રાગાદિ
ભાવોનું જે પરિણમન છે તેના સ્વામીપણે કે તેમાં તદ્રૂપ થઈને ધર્મી પરિણમતો નથી.
નિર્મળ પરિણતિ થઈ તેને શુદ્ધઉપયોગ અથવા શુદ્ધઉપાદાન કહેવાય, તેમાં રાગાદિ
અશુદ્ધભાવોનું કર્તાપણું નથી. પોતાના આત્માને જ્ઞાનરૂપ જાણ્યો–અનુભવ્યો તે જીવ
જ્ઞાનથી વિરુદ્ધ ભાવોને પોતારૂપે કેમ અનુભવે? અને પોતાથી જેને ભિન્ન જાણ્યાં તેનો
કર્તા–ભોક્તા તે કેમ થાય? જેમ આંખ પોતાથી ભિન્ન દ્રશ્યવસ્તુની કર્તા–ભોક્તા નથી,
માત્ર દેખનાર જ છે, તેમ ધર્મીનાં જ્ઞાનચક્ષુ પોતાથી ભિન્ન સર્વ ભાવોને કરતું–ભોગવતું
નથી, માત્ર જાણે જ છે, એટલે કે શુદ્ધ જ્ઞાનભાવરૂપ જ રહે છે. આવું જ્ઞાનભાવરૂપ
પરિણમન તે જ મોક્ષનો માર્ગ.
પાપ કે પુણ્યમાં તન્મયપણે પરિણમવું તે તો મિથ્યાત્વ છે, તે અજ્ઞાનીનું
પરિણમન છે. ધર્મીએ વસ્તુસ્વભાવને જાણ્યો એટલે કે જ્ઞાનસ્વભાવરૂપ સ્વધર્મને જાણ્યો
ત્યાં શુદ્ધતારૂપ પરિણમન થયું, તે સુખરૂપ પરિણમન છે, તે આનંદરૂપ છે, તે જ્ઞાન–