: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૧ :
તે તો સ્થૂલ છે, અનંતવાર અજ્ઞાનભાવે કરેલી છે. પુણ્ય–પાપથી ભિન્ન એવો ચૈતન્યભાવ
ઓળખીને મોક્ષમાર્ગ પ્રગટ કરવો તે અપૂર્વ છે.
મોક્ષમાર્ગમાં ત્રણભાગ લાગુ પાડયા, પણ જ્ઞાનની અપેક્ષાએ તો સમ્યક્
ક્ષયોપશમ ભાવ જ છે. જ્ઞાનનો ક્ષાયિકભાવ થતાં કેવળજ્ઞાન થાય છે.
સિદ્ધના આત્મામાં પણ સક્રિયપણું ને અક્રિયપણું બંને છે. ધ્રુવઅપેક્ષા એ તે
અક્રિય છે; ને પર્યાયના ઉત્પાદ–વ્યય અપેક્ષાએ તે સક્રિય છે. પર્યાયનો પલટો હોવો તે
કાંઈ દુઃખ નથી. વચ્ચે મોહ હોય તો દુઃખ હોય. (પ્ર. ગા. ૬૦ માં કહે છે કે અરિહંતોને
ખેદ નથી, કેમકે મોહ નથી.) [ભાખ્યો ન તેમાં ખેદ જેથી ઘાતીકર્મ વિનષ્ટ છે.]
દ્રવ્ય છે ને પર્યાય નથી, અથવા પર્યાય જ છે ને દ્રવ્ય નથી–એમ માનવું તે
એકાંત મિથ્યાત્વ છે. જીવના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને એક સાથે સર્વજ્ઞ ભગવાને જાણી
લીધા છે; તેમણે જ જીવનું યથાર્થ સ્વરૂપ કહ્યું છે.
આમાં મોક્ષનું કારણ બતાવ્યું. ધ્રુવધામ સન્મુખ એકાગ્ર થયેલી પરિણતિ તે
મોક્ષનું કારણ છે; દેહની ક્રિયા નહિ, રાગ નહિ. આ દુઃખથી છૂટીને સુખનો અલૌકિક
માર્ગ છે. પોતાના દ્રવ્યમાં પોતાની પર્યાયને વાળવી તે જ સુખ; આ રીતે સુખનો માર્ગ
પોતામાં જ છે, ને પોતે જ સુખ છે.
પહેલાં સ્વસન્મુખ થતાં આનંદના અંશનું વેદન થાય છે ને તેની સાથે સમ્યક્
પ્રતીત થાય છે કે આવો આખો આનંદ હું છું. પર્યાય આત્મામાં નથી એમ કહે તેને
આત્માનો અનુભવ હોઈ શકે નહીં. અનુભવ તે પર્યાય છે. સિદ્ધને પણ પર્યાય છે.
ચૈતન્યને પોતાના સ્વઘરમાં આવવું તેમાં બોજો શો? ઉલ્ટું પરભાવનો બોજો
ઉતારીને હળવો થઈ જાય–તેવું છે.
ઘંટીના દ્રષ્ટાન્તે વસ્તુની સમજણ
(લોકોને અઘરૂં લાગતાં ઘંટીના બે પડનું દ્રષ્ટાંત આપીને ગુરુદેવે સમજાવ્યું)
એક ઘંટીમાં બે પડ; તેમાં સ્થિર પડની સાથે ફરતું પડ સ્પર્શીને ઘસાય ત્યારે લોટ
થાય છે, તે પડ આઘું રહે તો લોટ થતો નથી. તેમ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ આત્મા વસ્તુ; તેમાં
પરિણમતી પર્યાયને સ્થિર દ્રવ્યમાં ભેળવીને અભેદ કરે ત્યારે આનંદ પ્રગટ થાય છે; તે
પર્યાય બર્હિવલણમાં રહે, દૂર રહે, એટલે કે દ્રવ્યથી જુદી રહે તો