Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 54

background image
: ૩૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
આનંદ થતો નથી, જ્યારે અંતર્મુખ થઈને અંતરમાં સ્વભાવ સાથે એકતાની ભીંસ કરે
ત્યારે આનંદનો અનુભવ થાય છે.–આવો આત્માનો સ્વભાવ છે.
અવસ્થા ભલે પલટતી છે પણ જ્યાં તે ધ્રુવ સાથે એકાગ્ર થઈ ત્યાં તે આનંદરૂપ
થઈ, હવે ધ્રુવના આશ્રયે પરિણમન થતાં આનંદરૂપ પર્યાયો થયા કરશે.
સ્થિર રહેવું ને ફરવું–બંને ભાવો ઘંટીમાં છે; બંને થઈને ઘંટી છે. આખી ઘંટી
સ્થિર નથી, કે આખી ઘંટી ફરતી નથી. આખી ઘંટી સ્થિર રહે કે આખી ઘંટી ફરતી હોય
–તો તેમાં અનાજ દળાય નહીં. ફરવું ને સ્થિર રહેવું બંનેરૂપ ઘંટી છે. તેમ આત્મ વસ્તુમાં
સ્થિર રહેવું ને પરિણમવું–બંને ભાવો છે; બંને થઈને વસ્તુ છે આખી વસ્તુ સ્થિર નથી કે
આખી વસ્તુ પરિણમતી નથી. સ્થિર રહેવું ને પરિણમવું બંનેરૂપ વસ્તુ છે. આખી વસ્તુ
સ્થિર રહે કે આખી વસ્તુ પરિણમે તો તેમાં સમ્યગ્દર્શનાદિ કાર્ય થઈ શકે નહીં.
આતમરામ પોતાના અંતરમાં દેખે સિદ્ધ ભગવાન
રામનવમીના દિવસે રાજકોટના પ્રવચનમાં પૂ. કાનજીસ્વામીએ કહ્યું કે રામચંદ્ર
તો પરમાત્મપદને પામેલા ભગવાન છે. આતમરામ એવા નિજપદમાં રમનારા તે રામ
હતા. આત્મામાં જે રમે તેને રામ કહેવાય. ભગવાન રામચંદ્રજી આવા નિજાનંદસ્વરૂપ
આત્માને જાણતા હતા ને પછી રાજપાટ–સંસાર છોડી, સાધુ થઈ, આતમરામમાં રમતાં–
રમતાં કેવળજ્ઞાન પ્રગટ કરીને સર્વજ્ઞપરમાત્મા થયા. એવા રામને ઓળખીને પૂજવા
યોગ્ય છે.
રામચંદ્રજી તે ભવે મોક્ષ પામવાના હતા, તેમના બાળપણની એક વાત આવે છે
કે, એકવાર આકાશમાં ચંદ્રને દેખીને નાનકડા રામને ભાવના જાગી કે આ ચાંદલિયો
નીચે ઉતારીને મારા ગજવામાં રાખું. એટલે ચંદ્ર તરફ હાથ લાંબા કરીને તેને નીચે
ઉતારવાની ચેષ્ટા કરવા લાગ્યા. અંતે સ્વચ્છ દર્પણમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખીને સમાધાન
કર્યું. તેમ આતમરામ એવા સાધક ધર્માત્મા ચંદ્ર જેવા પોતાના સિદ્ધપદને પ્રગટ કરવા
ચાહે છે; પણ સિદ્ધ કાંઈ ઉપરથી નીચે ન આવે. એટલે સાધક પોતાના સ્વચ્છ
જ્ઞાનદર્પણમાં સિદ્ધના પ્રતિબિંબરૂપ પોતાના શુદ્ધઆત્માને દેખીને, તેના શ્રદ્ધા–જ્ઞાન–
અનુભવ વડે સિદ્ધપદને સાધે છે. સિદ્ધપણું પોતાના આત્મામાં જ દેખે છે.