બે બળદની જોડી...જન્મોત્સવમાં દોડી
બે બળદની જોડી...વૈશાખ સુદ બીજે દોડી.
જન્મોત્સવમાં જોડી...એ ઠાઠમાઠ લગાડી.
લાઠી શહેરમાં સાત વર્ષ પહેલાં ગુરુદેવનો ૭૪મો જન્મોત્સવ ઊજવાયો ત્યારે
૭૪ શણગારેલા બળદ પણ આનંદકારી સરઘસમાં સાથે જ હતા; તેનું આ એક દ્રશ્ય છે.
બળદ પણ જાણે ખુશી થઈ રહ્યા છે કે વાહ! મનુષ્યોની સાથે અમને તિર્યંચોને પણ
આવા મહાપુરુષની જન્મજયંતિમાં ભાગ લેવાનો લહાવો મળ્યો.
[વૃષભ (બળદ) એ મંગળસૂચક છે. બધાય તીર્થંકરોની માતાના ૧૬
મંગલસ્વપ્નોમાં પણ તે એક સ્વપ્ન છે; સીમંધર ભગવાનનું ને આદિનાથ ભગવાનનું
એ મંગલ ચિહ્ન છે. વૃષભ એટલે ધૂરંધર (ધૂરાને ધારણ કરનાર); તીર્થંકર ભગવંતો
ધર્મની ધૂરાના ધૂરંધર છે.)
[આત્મધર્મ વૈશાખ: ૨૪૯૬]