: ૪૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
કાનાતળાવમાં મંગલ
જિનેન્દ્રપ્રતિષ્ઠા મહોત્સવ
કુંડલાથી ચાર માઈલ દૂર કાનાતળાવ ગામડું...સો–દોઢસો ઘરની
કણબીભાઈઓની વસ્તીવાળું આ નાનકડું ગામ આજે (ચૈત્ર વદ પાંચમે) હર્ષથી
ઉભરાઈ રહ્યું છે. કાનાતળાવમાં કાનગુરુનું સ્વાગત કરવા જનતા ઉમટી રહી છે. અનેક
ગામના સેંકડો મુમુક્ષુઓ જિનબિંબપ્રતિષ્ઠાના ઉત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે.
મંગળ કળશ સહિત ૮૧ બાલિકાઓ તથા ધર્મધ્વજ સહિત હાથી પણ સ્વાગત માટે
તૈયાર છે. ગામની ભજન મંડળી પણ સાજબાજ સહિત તૈયાર છે. પૂ. કહાનગુરુ
પધારતાં સૌએ ભાવભીનું સ્વાગત કર્યું.
કાનાતળાવના કેટલાક કણબીભાઈઓને દસેક વર્ષ પહેલાં ચરખડીઆ ગામે
સોનગઢના મુમુક્ષુઓ પાસેથી તત્ત્વની વાત સાંભળવા મળેલી; વીતરાગી વસ્તુસ્વરૂપના
સિદ્ધાંતો તેમને ગમ્યા, જૈનશાસન પ્રત્યે તેઓ આકર્ષાયા; અવારનવાર સોનગઢ આવીને
પણ તેઓ લાભ લેવા લાગ્યા. જિનમંદિરમાં અરિહંત ભગવાનને દેખીને ભાવના જાગી
કે આવા ભગવાન અમારા ગામમાં પણ હોય તો અમને રોજ ભગવાનના દર્શનનો
લાભ મળે. યાહોમ કરીને તેમણે રળિયામણું જિનમંદિર રૂા. એકાવન હજારના ખર્ચે
બંધાવ્યું. અને શિરપુર (મહારાષ્ટ્ર) માં પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ વખતે ત્રણ
પ્રતિમાજીની પ્રતિષ્ઠાવિધિ પણ કરાવી લીધી. અને વેદીપ્રતિષ્ઠાના ઉત્સવનિમિત્તે ગુરુદેવ
કાનાતળાવ પધાર્યા.
સ્વાગતગીત પછી મંગલપ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–આ દેહમાં રહેલો
સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છે, તે મંગળ છે. આવા આત્માના ભાન વગર જીવ
ચારગતિમાં રખડે છે. અંદર આનંદસ્વરૂપ આત્માનું ભાન કરતાં દુઃખ મટે ને સુખ થાય–
તે મંગળ છે. અનંતકાળથી આવો આત્મા મેં ન જોયો, હે ચેતનાસખી! હવે આવા
આત્માનું દેખણ દે...રે દેખણ દે. આવા નિજસ્વરૂપને દેખતાં અપૂર્વ શાંતિ થાય છે, તે
મંગળ છે. આવા આત્માને ઓળખીને આત્મા પોતે ભગવાન થાય છે. આવા
ભગવાનની અહીં પ્રતિષ્ઠા થાય છે. અંદરમાં ભગવાન આત્મા બિરાજે છે તેને શ્રદ્ધા–
જ્ઞાનમાં સ્થાપીને તેનાં દર્શન કરતાં ચારગતિનાં દુઃખ મટે છે. પ્રભુ પોતાની