: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૪૩ :
પાસે અંતરમાં જ બિરાજે છે, પણ પરની મમતા આડે પોતાનો પ્રભુ દેખાતો નથી. હવે
હે જીવ! મનુષ્યપણું અને સત્સમાગમ મળ્યો તેમાં આવા તારા આત્માને ઓળખ, આવી
ઓળખાણ કરવી તે મહાન માંગલિક છે.
મંગલપ્રવચન બાદ વેદી–પ્રતિષ્ઠા મહોત્સવના મંગલ પ્રારંભમાં પ્રતિષ્ઠામંડપમાં
જૈનઝંડારોપણ થયું, ઝંડારોપણ પુનાના ભાઈશ્રી નાથાલાલ વિઠ્ઠલદાસે કર્યું હતું. અને
મંડપમાં જિનેન્દ્રભગવાનને બિરાજમાન કરવાની વિધિ સુરતના ભાઈશ્રી દિનેશચંદ્ર
મનહરલાલે કરી હતી.
બપોરે પ્રવચનના પ્રારંભમાં જ नमो अरिहंताणं નો અર્થ સમજાવતાં ગુરુદેવે
કહ્યું કે આમાં અરિહંત પરમાત્માને નમસ્કાર કર્યા છે; તે અરિહંત કેવા છે? આત્મા
જ્ઞાનઆનંદસ્વરૂપ છે, તેનું ભાન કરીને જેમણે મોહાદિ અરિને હણ્યા અને પૂર્ણ જ્ઞાન–
આનંદદશા પ્રગટ કરી તે સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્મા છે. તેવી દશા પ્રગટ કરવી તે
આત્માને ઈષ્ટ છે, વલ્લભ છે, મંગલ છે.
–આવા અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને આ મંગલ શરૂઆત થાય છે. આ
આત્માનો સ્વભાવ પણ અરિહંત પરમાત્મા જેવો છે; તેનું ભાન કરતાં અરિહંતને સાચા
નમસ્કાર થાય છે.
છ વર્ષ પહેલાં (સં. ૨૦૨૦ માં) આ કાનાતળાવ ગામે આવેલા ત્યારે પ્રવચનમાં
લીંડીપીપરનો દાખલો આપીને આત્માનું સ્વરૂપ સમજાવ્યું હતું. જેમ લીંડીપીપરના દરેક
દાણામાં ચોસઠ પોરી તીખાસ રહેલી છે તે જ તેમાંથી પ્રગટે છે; તેમ અરિહંત પરમાત્મા
જેવા શુદ્ધ ગુણો દરેક આત્મામાં છે, તેને ઓળખતાં તે પ્રગટે છે. દરેક જીવમાં
જ્ઞાનસ્વભાવ છે. આ માખીનાં ટોળા દેખાય છે તેમાં પણ જીવ છે, તેનામાં પણ
પરમાત્મસ્વભાવ ભર્યો છે; પણ તે જીવો પોતાના સ્વભાવને ભૂલીને સંસારમાં રખડી
રહ્યા છે, ને મહા દુઃખી છે.
અહીં અરિહંતને નમસ્કાર કર્યા એટલે અરિહંત જેવું પોતાનું સ્વરૂપ છે એમ
સ્વીકાર્યું. આત્માનું સ્વરૂપ કેમ સાધવું? તે વાત અહીં રાજાની સેવાનું દ્રષ્ટાંત આપીને
(સમયસાર ગા. ૧૭–૧૮ માં) સમજાવે છે.
બે હજાર વર્ષ પહેલાં મદ્રાસ પાસેના પોન્નૂર પર્વત પર એક વીતરાગી દિગંબર
સંત રહેતા હતા, તેમનું નામ કુંદકુંદાચાર્ય. તેઓ અહીંથી વિદેહક્ષેત્રમાં ગયા હતા અને
ત્યાં બિરાજમાન સાક્ષાત્ પરમાત્મા સીમંધરભગવાનની દિવ્યવાણી