Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 54

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૪૫ :
ગુરુદેવ સહેલી ભાષામાં આત્માની વાત સમજાવતા હતા. આત્માના શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર વડે જ સાધ્યની સિદ્ધિ થાય છે, બીજી રીતે સિદ્ધિ થતી નથી; માટે વિકલ્પોની
બસ થાઓ; વિકલ્પથી પાર થઈને ચૈતન્યસ્વભાવી આત્માને જાણવો એટલે કે
અનુભવવો, તેની શ્રદ્ધા કરવી ને તેમાં એકાગ્રતારૂપ અનુચરણ કરવું–તે મોક્ષનો ઉપાય
છે.
પહેલી જ વાત આત્માને જાણવાની કરી. આ ‘જાણવું’ તેમાં વિકલ્પ નથી,
વિકલ્પથી ભિન્ન પડેલા જ્ઞાનવડે આત્મા જણાય છે, એટલે કે સ્વાનુભવરૂપ જ્ઞાનથી
આત્મા જણાય છે. આત્માને જાણવો એટલે કે અનુભવવો. વિકલ્પ વડે આત્મા ખરેખર
જણાતો નથી; પહેલાં વિકલ્પથી નક્કી કરવું ને પછી અનુભવ કરવો–એમ વચ્ચે
વિકલ્પની વાત નથી કરી. વિકલ્પ હોય તે કાંઈ સાધન નથી. સીધા જ્ઞાનથી આત્માને
અનુભવમાં લેવો તે જ આત્માને સાધવાની રીત છે, તે જ મોક્ષનો ઉપાય છે.
આ મનુષ્યભવ મળ્‌યો તે ત્યારે સફળ કહેવાય કે જો આત્માનું ભાન કરીને
ભવના અભાવનો ઉપાય કરે. આ મનુષ્યપણું મળવું બહુ મોંઘું છે. કેવું મોઘું? કે ગાડામાં
બળદને જોતરવા માટે જે ધોંસરૂં હોય ને તેમાં બે બાજુ સમેલ (ડોકનો પટ્ટો બાંધવાનો
ખૂંટો) હોય છે, તે બે સમેલ છૂટા કરીને દરિયાના એક કાંઠે નાંખે, ને ધોંસરૂં બીજા કાંઠે
નાંખે, તે બંને દરિયામાં રખડતા રખડતા ભેગા થાય ને તે સમેલના ખૂંટા પાછા ધોંસરી
સાથે જોડાઈ જાય,–એમ બનવાનું જેમ દુર્લભ છે, તેમ આ સંસારસમુદ્રમાં પરિભ્રમણ
કરતા જીવને મનુષ્યપણું મળવું એથીયે દુર્લભ છે.
આવું મનુષ્યપણું મળ્‌યા પછી પણ સંસારના પાપની પંચાતમાં મૂઢ જીવ તેને
નકામું ગુમાવે છે. જેમ અંધમનુષ્ય નગરીના ગઢને ફરતો આંટા માર્યા કરે, ને પ્રવેશદ્વાર
આવે ત્યારે પણ પ્રમાદી થઈને તેમાં પ્રવેશ ન કરે, તેમ મનુષ્ય થઈને આત્માને સમજીને
મોક્ષમાં જવાનાં ટાણા આવ્યા ત્યારે પણ મૂર્ખ જીવ વિષય–કષાયમાં ને પુણ્ય–પાપમાં જ
જીવન ગુમાવીને પાછો ચાર ગતિમાં જ રખડે છે. શ્રીગુરુ તેને સમજાવે છે કે ભાઈ!
આવું મનુષ્યપણું પામીને, ઉપયોગસ્વરૂપ આત્માને તું ઓળખ.
ચૈત્ર વદ સાતમના રોજ સવારે જલયાત્રા તથા સાંજે વેદીશુદ્ધિ થઈ હતી. રાત્રે
ભક્તિ–ભજન થયા હતા. ચૈત્ર વદ આઠમના રોજ સવારમાં શ્રી જિનેન્દ્રભગવંતોની
મંગલસ્થાપના થઈ હતી. અહીં લગભગ પંચાવન હજાર રૂપિયાના ખર્ચે સુંદર
રળિયામણું જિનમંદિર બન્યું છે. મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનની સ્થાપના
સનાવદવાળા શેઠ કુંવરચંદજીએ કરી હતી, તથા કળશ–ધ્વજ મુંબઈના શેઠ