: ૪૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
શ્રી ચીમનલાલ હિંમતલાલે ચઢાવ્યા હતા. મૂળનાયકની આજુબાજુ સીમંધરાદિ ભગવંતો
બિરાજે છે. પ્રતિષ્ઠા પછી શાંતિયજ્ઞ થયો હતો, અને શ્રી જિનેન્દ્રભગવાનની ભવ્ય
રથયાત્રા નીકળી હતી, ઉત્સવપ્રસંગે સર્વત્ર જૈનધર્મના જયજયનાદ ગાજી ઊઠયા હતા.
આમ જ્યાં પ્રથમ એકપણ જૈનોની વસ્તી ન હતી, એવા નાના ગામડામાં કહાનગુરુના
પ્રતાપે અનેક જિનભક્તો જાગ્યા ને જિનેન્દ્રભગવાન પણ પધાર્યા...તેમની પ્રતિષ્ઠાનો
મંગલ ઉત્સવ પૂર્ણ થયો. આ માટે કાનાતળાવના મુમુક્ષુઓને ધન્યવાદ!
સાંજે ગુરુદેવ કુંડલા પધાર્યા, ને બીજે દિવસે સવારમાં જિનેન્દ્રભગવાનની સ્તુતિ
કરીને લાઠી પધાર્યા; ત્યાંથી ચૈત્ર વદ દસમની સવારે જિનમંદિરમાં સ્તુતિ કરીને
ભાવનગર તરફ મંગલ પ્રસ્થાન કર્યું.
કુંડલા શહેરના પ્રવચનોમાંથી
સાવરકુંડલામાં પૂ. ગુરુદેવ ચાર દિવસ રહ્યા હતા. કુંડલાશહેરના
ચાર દિવસના કાર્યક્રમ દરમિયાન મુરબ્બીશ્રી જગજીવનભાઈ દોશી
અવારનવાર યાદ આવતા હતા, ને તેમની અનુપસ્થિતિ જણાઈ
આવતી હતી. તેમની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી ‘આત્મધર્મ’
ના લેખો વગેરેનું સંકલન કરીને ‘પ્રવચન સાગરનાં મોતી’ નામનું
પુસ્તક પ્રકાશિત કર્યું છે. ને આ પુસ્તક આત્મધર્મના ગ્રાહકોને ભેટ
આપવાનું છે. તે ઉપરાંત નવી જૈનબાળપોથી પણ પ્રમુખશ્રી તરફથી
ભેટ આપવાની છે.
આ સમયસાર આત્મશાસ્ત્ર છે આત્માનું સાચું સ્વરૂપ બતાવનારું
છે.
જીવે પોતાનું સ્વરૂપ સમજ્યા વગર અનાદિકાળથી પાપ અને
પુણ્યના ભાવો જ કર્યા છે; તેણે નથી તો જડ શરીરાદિનું કાંઈ કર્યું, કે નથી
પોતાના સ્વભાવનું કામ કર્યું; – જડનું તો તે કરી શકતો જ નથી, ને
પોતાના સ્વભાવનું જ્ઞાન કરવાની તેણે દરકાર કરી નથી; અજ્ઞાનથી માત્ર
શુભાશુભ પરિણામ કરીને સંસારમાં રખડયો છે ને દુઃખી થયો છે.
હવે તે દુઃખ ટળીને સુખ કેમ થાય? કે અજ્ઞાન ટાળીને આત્માના
સ્વરૂપનું સાચું જ્ઞાન કરે તો જીવને સુખ થાય ને દુઃખ મટે. તે માટે આત્માનું
સાચું સ્વરૂપ અહીં આચાર્યદેવ (સમયસાર ગા. ૭૩ માં) બતાવે છે.