Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 54

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૪૭ :
ધર્મી જાણે છે કે હું સ્વસંવેદન–પ્રત્યક્ષ આત્મા છું. પ્રત્યક્ષજ્ઞાનસ્વરૂપ હું છું.
જ્ઞાનમાં પરોક્ષપણું રહે તે પણ આત્માનું સ્વરૂપ નથી, ત્યાં રાગ ઈન્દ્રિયોની તો શી વાત?
એનાથી તો આત્મા જુદો છે. વિકલ્પનું સ્વામીપણું પણ મારા જ્ઞાનસ્વરૂપમાં નથી, એટલે
હું મમતારહિત છું; જ્ઞાનદર્શનથી હું પૂરો છું ને રાગથી હું ખાલી છું. આવા આત્મામાં
એકાગ્ર થતાં જ અજ્ઞાનરૂપ આસ્રવો છૂટી જાય છે.
જિજ્ઞાસુ શિષ્યે એમ પૂછયું છે કે પુણ્ય–પાપરૂપ આસ્રવોથી હું કેમ છૂટું? પુણ્યમાં
પણ અનંતકાળથી હું પ્રવર્ત્યો, અનંતવાર પુણ્ય કર્યા, છતાં સુખ ન પામ્યો, એટલે તે
પુણ્યથી પણ છૂટવા જેવું છે–એટલું લક્ષમાં લઈને શિષ્ય તેનાથી છૂટવા માંગે છે.
પોતાના જ્ઞાન ને આનંદથી કોઈ છૂટો પડવા માંગે નહીં, કેમકે તે તો આત્માનું
સહજ સ્વરૂપ જ છે; શુભ–અશુભ રાગાદિ પરભાવોથી જીવ છૂટવા માંગે છે, કેમકે તે
આત્માનું સ્વરૂપ નથી પણ આત્માને દુઃખદાયક છે. આત્માના જ્ઞાન–આનંદસ્વભાવથી તે
રાગાદિ ભાવો જુદા છે, એકમેક નથી, તેથી તેનાથી છૂટી શકાય છે. આમ પહેલાં
જ્ઞાનસ્વભાવ અને રાગાદિ વિભાવની ભિન્નતા લક્ષમાં લઈને તેનો નિર્ણય કરવો
જોઈએ.
જીવે પોતાનું સ્વરૂપ કદી નિર્ણયમાં લીધું ન હતું, તેનો સાચો નિર્ણય કરીને
સ્વસન્મુખ થવું તે અનુભવનો માર્ગ છે, તે હિતનો ઉપાય છે.
કુંડલા શહેરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે હે ભાઈ! આત્માના હિતને માટે તું
એવો નિર્ણય કર કે હું આત્મા એક અખંડ સ્વાનુભવપ્રત્યક્ષ છું. આવો નિર્ણય કરીને તે
તરફ વળતાં આત્મા પોતે આનંદપણે અનુભવમાં આવશે.
હું જ્ઞાનસ્વભાવ છું ને રાગરૂપે થવાનો મારો સ્વભાવ નથી, આમ નક્કી કરીને
રાગથી છૂટવા માંગે છે. જે જીવ રાગરૂપે પરિણમવાનો પોતાનો સ્વભાવ માને, અથવા
તે રાગવડે ધર્મ થશે એમ માને, તો તે જીવ રાગથી છૂટવા કેમ માંગે? જેને પોતાનું માને
તેને કેમ છોડે? માટે પહેલાં જ એ નિર્ણય કર્યો છે કે આ રાગાદિ મારું સ્વ નથી ને હું
તેનો સ્વામી નથી, હું તો અખંડ જ્ઞાન જ છું. જ્ઞાનની શુદ્ધતામાં રાગનો તો અભાવ છે.
આત્મા અનંત જ્ઞાનાદિ સ્વભાવથી પૂર્ણ છે, પણ તેમાં તે પ્રવર્તતો નથી. તો ક્્યાં
પ્રવર્તે છે? રાગ–દ્વેષ–ક્રોધાદિ પરભાવોમાં પોતાપણે પ્રવર્તે છે; તે પ્રવૃત્તિ જ્ઞાનથી વિરુદ્ધ
છે એટલે દુઃખદાયક છે. દરેક આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે; તે પોતાનું સ્વરૂપ ઓળખીને
તેમાં જ્યારે પ્રવર્તે ત્યારે તેનું કલ્યાણ થાય; બીજો કોઈ કહે કે હું તેનું કલ્યાણ કરી દઉં–
તો તે તેની ભૂલ છે; તેણે પોતાના જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખ્યો નથી. બહારની
અનુકૂળ–પ્રતિકૂળ સામગ્રી તો જીવોને પોતપોતાના પુણ્ય–પાપ અનુસાર મળે છે, તે
સામગ્રીમાં સુખ–દુઃખ નથી, તેમ જ બીજો તે સામગ્રી આપતો નથી.