શરીરની કે સંયોગની સ્થિતિ મર્યાદિત છે; આત્મા તે શરીરની સ્થિતિ જેટલો નથી,
આત્મા તો અનાદિ અનંત છે, ને પોતાના જ્ઞાનમય જીવનથી તે જીવનાર છે. આત્માના
જીવનને કોઈ હણી શકે નહીં એટલે આત્માનું મૃત્યુ કદી થાય નહીં. આવા આત્માને
ઓળખતાં રાગથી ભિન્ન જ્ઞાનપરિણતિ થાય તેનું નામ મોક્ષમાર્ગ છે.
(બાકીનું આવતા અંકે)
શ્રુતપંચમી
વીતરાગી જ્ઞાનની અખંડધારાનું મહાનપર્વ–જેની સાથે ગીરનાર અને
અંકલેશ્વરનાં નામ જોડાયેલા છે, અને ધરસેન–પુષ્પદંત–ભૂતબલી તથા વીરસેન સ્વામી
જેવા શ્રુતધર વીતરાગી સંતો દ્વારા જે જ્ઞાન મુમુક્ષુઓને ભેટ આપવામાં આવ્યું છે એવા
જ્ઞાનની અચ્છિન્નધારાનું મહાનપર્વ એટલે શ્રુતપંચમી–જેઠ સુદ પાંચમ. જેમ
સમયસારાદિ મહાન વીતરાગી અધ્યાત્મશાસ્ત્રોની સ્વાધ્યાય અને પ્રચાર જરૂરી છે તેમ
ષટ્ખંડાગમ–ગોમટ્ટસાર વગેરે પણ વીતરાગી સિદ્ધાંતશાસ્ત્રો છે, તેમની પણ સ્વાધ્યાય
અને પ્રચાર જરૂરી છે. શ્રુતના ચારે અનુયોગની ખૂબખૂબ સ્વાધ્યાયવડે શ્રુતપંચમી
ઊજવો. જિનપૂજાની જેમ જ વીતરાગી શ્રુતની સ્વાધ્યાય મુમુક્ષુજીવોનું કર્તવ્ય છે.
બે વાત:– –
* આત્મધર્મ અંક ૩૧૬ પૃ. ૨૯ લાઈન ૧૦ માં વચ્ચે થોડું વાક્્ય છાપવું રહી
ગયું છે તે ઉમેરીને આ પ્રમાણે વાચંવું –
(આત્માને દ્રવ્યઅપેક્ષાએ...સાદિસાંતપણું છે એમ છપાયું છે તેને બદલે–)
આત્માને દ્રવ્યઅપેક્ષાએ અનાદિઅનંતપણું છે ને પર્યાયઅપેક્ષાએ સાદિસાંતપણું છે;
* જ્ઞાનચક્ષુ–પુસ્તક પૃ. ૮૫ લાઈન ૨૩–૨૪ માં વચ્ચે એક વાક્્ય છાપવું રહી
ગયું છે તે ઉમેરીને આ પ્રમાણે વાંચવું–
“નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણે નયો કારણ–કાર્યભાવને ગ્રહણ કરે છે,
પરંતુ શબ્દાદિ ચાર નયો કારણ–કાર્યભાવને ગ્રહણ કરતા નથી, પણ કારણ–કાર્યભાવ
વગર સીધી વર્તમાપર્યાયને ગ્રહણ કરે છે.”
ઉપરોક્ત સંશોધનો પ્રત્યે ધ્યાન ખેંચનાર મહાનુભાવોનો આભાર.
જરૂરી સૂચના
આ અંકમાં કેટલાક અગત્યના લેખો, વૈરાગ્ય સમાચાર, નિબંધયોજનાની વિગત
અને ૮૧ બોલની પુષ્પમાળા વગેરેનો સમાવેશ થઈ શકેલ નથી; તે બધું આવતા અંકમાં
અપાશે.