: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
૬૮. ધર્માત્મા જાણે છે કે હું મારા ચૈતન્યરસથી સદાય ભરેલો છું. હું એક છું, મારા
સ્વરૂપમાં મોહ નથી; શુદ્ધ ચેતનાનો સમુદ્ર જ હું છું આવા ચૈતન્યસમુદ્રમાં ડુબકી
મારતાં આનંદનું વેદન થાય ને મોહ ટળે તે અપૂર્વ મંગળ છે.
૬૯. આનંદસ્વરૂપ ભગવાન આત્માને સ્પર્શીને જે અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય
તે મંગળ છે.
૭૦. આત્મા પરિપૂર્ણ જ્ઞાન–આનંદસ્વભાવી છે, સર્વે જીવો જ્ઞાનમય સિદ્ધસમાન છે;
કોઈ જીવ અધુરો નથી કે બીજો તેને આપે. આવો આત્મા, તેનું ભાન કરતાં જે
સમ્યક્ બીજ ઊગી તે વધીને કેવળજ્ઞાન અને પરમાત્મદશારૂપી પૂર્ણિમા થશે.
૭૧. આત્મા પામર રહેનારો નથી પણ પ્રભુતાથી ભરેલો છે; તેનું ભાન કરી આ
આત્માને પરમેશ્વર કેમ બનાવવો તેની આ વાત છે
૭૨. સમયસાર એટલે સર્વજ્ઞદેવ પાસેથી આવેલો જ્ઞાનનો દરિયો! તેમાં આત્માના
સ્વભાવનો અગાધ મહિમા ભર્યો છે. એમાં ઊંડો ઊતરે તો આત્માના પરમ
આનંદનો અનુભવ થાય.
૭૩. દર્શન–જ્ઞાન–ચારિત્ર તે આત્મામાં નથી–એનો અર્થ એ છે કે એવા ત્રણ ભેદ એક
આત્માના અનુભવમાં નથી, અનુભવમાં અભેદ આત્મા છે. આવો અભેદ આત્મા
તે હું છું એમ ધર્મી અનુભવે છે.
૭૪. વૈશાખ સુદ ત્રીજની વહેલી સવારમાં જાગતાવેંત ગુરુદેવના મુખમાંથી આ શબ્દો
નીકળ્યા કે–‘ખોલો પ્રભુજી! ખોલો, આત્માના ખજાના ખોલો!’ અને પછી એ
પદ ગાયું કે–
ઉપજે મોહ–વિકલ્પથી સમસ્ત આ સંસાર,
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર.
૭૫. આ તો ચૈતન્યહીરાની અલૌકિક વાત છે. તેનું શ્રવણ અને બહુમાન કરતાં વચ્ચે
વિકલ્પથી જે પુણ્ય બંધાય તે પણ બીજા કરતાં ઊંચી જાતના હોય છે. પણ
ધર્મમાં તે રાગ કે પુણ્યની કાંઈ કિંમત નથી; આત્માનું જ્ઞાન તો તે રાગ અને
પુણ્યથી જુદું છે.
૭૬. અવિનાશી આત્માને વિકારના ફળરૂપ જે દેહાદિનો સંયોગ છે તે ક્ષણભંગુર