અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૭ :
કરે છે, તે જીવ સંયમ પાળતો હોય તોપણ મિથ્યાદ્રષ્ટિ છે.
૨૫. દેવોથી વંદિત એવા શીલસહિત રૂપને દેખીને પણ જે ગર્વ કરે છે (–વિનય નથી
કરતો) તે સમ્યક્ત્વથી રહિત છે.
૨૬. અસંયતજીવ વંદનીય નથી, વસ્ત્રવિહીન હોય તોપણ તે વંદનીય નથી, એ બંને
જીવો સમાન છે, તેમાંથી એક પણ જીવ સંયત નથી.
૨૭. દેહને વંદન કરવામાં આવતું નથી, તેમજ કૂળને પણ નહિ, અને જાતી સંયુક્તને
પણ નહિ, જે નથી તો શ્રમણ કે નથી શ્રાવક,–એવા ગુણહીનને કોણ વંદે?
(ગુણથી જ વંદનીયપણું છે.)
૨૮. તપ, શીલ. ગુણ અને બ્રહ્મચર્યથી યુક્ત એવા શ્રમણને હું સમ્યક્ત્વસહિત
શુદ્ધભાવે વંદું છું. સમ્યક્ત્વસહિત શુદ્ધભાવથી તેમને સિદ્ધિગમન થાય છે.
૨૯. તીર્થંકરદેવ ચોસઠ ચામરસહિત અને ચોત્રીસ અતિશયસંયુક્ત છે, તથા નિરંતર
ઘણા જીવોનાં હિતનું અને કર્મક્ષયના કારણનું નિમિત્ત છે, તેમને પણ હું વંદું છું.
૩૦. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ગુણોના સમાયોગથી થતા સંયમગુણવડે
મોક્ષ થાય છે–એમ જિનશાસનમાં કહ્યું છે.
૩૧. જ્ઞાન તે જીવોને સારરૂપ છે, વળી સમ્યક્ત્વ પણ સારરૂપ છે, સમ્યક્ત્વ વડે
ચારિત્ર થાય છે અને ચારિત્ર વડે નિર્વાણ થાય છે.
૩૨. સમ્યક્ત્વ સહિત જ્ઞાનથી, દર્શનથી, તપથી અને ચારિત્રથી,–એ ચારેના
સમાયોગથી જીવ સિદ્ધિને પામે છે, તેમાં સંદેહ નથી.
૩૩. વિશુદ્ધ સમ્યક્ત્વ વડે જીવ કલ્યાણની પરંપરાને પામે છે, તે સમ્યગ્દર્શન–
રત્નલોકમાં સુર–અસુર વડે પૂજાય છે.
૩૪. ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પામીને, તથા તેમાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને જીવ
અક્ષયસુખને અને મોક્ષને પામે છે.
૩૫. એકહજારઆઠ સુલક્ષણોથી યુક્ત તથા ચોત્રીસ અતિશય સહિત એવા જે
જિનેન્દ્રદેવ વિહાર કરે છે તેમને સ્થાવર–પ્રતિમા કહેલ છે.
૩૬. બાર પ્રકારના તપથી યુક્ત જીવો સ્વકીય વિધિબળથી કર્મનો ક્ષય કરીને,
વ્યુત્સર્ગપૂર્વક દેહરહિત થઈને અનુત્તર એવા નિર્વાણને પામ્યા.
(દર્શનપ્રાભૃત પૂર્ણ: બીજું સૂત્રપ્રાભૃત: જુઓ પાનું ૧૭)