અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૫ :
१. दर्शन प्राभृत
૧. શ્રી જિનવરવૃષભને અને વર્દ્ધમાનસ્વામીને નમસ્કાર કરીને, હું યથાક્રમે સંક્ષેપથી
દર્શનમાર્ગ કહીશ.
૨. શ્રી જિનવરદેવે શિષ્યોને ‘દર્શન જેનું મૂળ છે એવો ધર્મ’ ઉપદેશ્યો છે. સ્વકર્ણથી
તે સાંભળીને દર્શનહીન જીવો વંદન કરવાયોગ્ય નથી.
૩. દર્શનથી જે ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે. દર્શનભ્રષ્ટ જીવ નિર્વાણને પામતો નથી. ચારિત્રથી
ભ્રષ્ટ હોય તે તો સિદ્ધિને પામશે, પણ જે દર્શનભ્રષ્ટ છે તે સિદ્ધિને પામતો નથી.
૪. સમ્યક્ત્વરત્નથી ભ્રષ્ટ જીવો, ઘણા પ્રકારનાં શાસ્ત્રો જાણતા હોય તોપણ,
આરાધનાથી રહિત હોવાને કારણે સંસારમાં ને સંસારમાં જ ભ્રમણ કરે છે.
૫. સમ્યક્ત્વરહિત જીવો ભલે હજાર–કરોડ વર્ષો સુધી અત્યંત ઉગ્ર તપ કરે તોપણ
બોધિલાભને પામતા નથી.
૬. સમ્યક્ત્વ–જ્ઞાન–દર્શન–બળ–વીર્યવડે જેઓ વૃદ્ધિગત છે અને કળિકાળના
કલુષ–પાપથી રહિત છે તેઓ સર્વે અલ્પસમયમાં વરજ્ઞાની એટલે કે
કેવળજ્ઞાની થાય છે.
૭. જે પુરુષના હૃદયમાં સમ્યક્ત્વરૂપ જળનો પ્રવાહ નિરંતર વહે છે તે પુરુષને, પૂર્વે
બંધાયેલા કર્મરૂપી રેતીનાં આવરણ પણ નાશ પામે છે.
૮. જેઓ દર્શનથી ભ્રષ્ટ છે, જ્ઞાનથી ભ્રષ્ટ છે, ચારિત્રથી પણ ભ્રષ્ટ છે તેઓ ભ્રષ્ટમાં
પણ ભ્રષ્ટ છે અને બીજા જનોને પણ તે ભ્રષ્ટ કરે છે.
૯. કોઈ ધર્મશીલ જીવ સંયમ–તપ–નિયમ અને યોગગુણના ધારક છે, તેમનામાં પણ જે
દોષ કહે છે તે જીવો પોતે ભગ્ન છે અને બીજાને પણ ભગ્ન કહીને દોષારોપણ કરે છે.
૧૦. જેમ મૂળનો વિનાશ થતાં વૃક્ષના પરિવારની વૃદ્ધિ થતી નથી તેમ જિનદર્શનથી
જેઓ ભ્રષ્ટ છે તેઓ મૂળવિનષ્ટ હોવાથી સિદ્ધિને પામતા નથી.
૧૧. જેમ વૃક્ષમાં મૂળ વડે થડ શાખા વગેરે પરિવાર અનેકગણો વૃદ્ધિને પામે છે તેમ
મોક્ષમાર્ગનું મૂળ જિનદર્શન છે એમ ગણધરદેવોએ કહ્યું છે.