Atmadharma magazine - Ank 322
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 44

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૨પ :
બદલે અંતરમાં ઝુકીને સ્વભાવ સાથે અભેદ થઈ; આ ધર્માત્માની અંતરની
મસ્તીની વાત છે. આત્મા ધ્રુવસ્વભાવમાં અભેદ થઈને પરિણમ્યો ત્યાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદરૂપ પરિણતિ પ્રગટ થઈ.
* પરિણમન તે પર્યાય છે, ધ્રુવને પરિણમન નથી. ધર્મીની પર્યાયમાં એવો પલટો
થયો કે ધ્રુવસ્વભાવમાં અભેદદ્રષ્ટિથી તેને રાગાદિનું કર્તા–ભોક્તાપણું છૂટી ગયું
છે. એકલી પર્યાયને જ તે નથી દેખતો. પહેલાં રાગાદિ સાથે અભેદપણે
પરિણમતો તે મિથ્યાત્વ હતું, તે છૂટી ગયું, ને સ્વભાવમાં અભેદ પરિણતિથી
સમ્યક્ત્વાદિરૂપ તે પરિણમ્યો.
* ‘શુદ્ધજ્ઞાન’ ત્રિકાળ સ્વભાવને પણ કહેવાય, તેમજ તેના આશ્રયે પરિણમેલા
ઉપશમાદિ ભાવને પણ શુદ્ધજ્ઞાનપરિણતિ કે શુદ્ધોપયોગ વગેરે કહેવાય છે.
શુદ્ધોપયોગપૂર્વક ઉપશમાદિ ભાવ પ્રગટે છે. ઉપશમભાવરૂપ ધર્મની શરૂઆત
શુદ્ધોપયોગ વડે જ થાય છે.
* આત્મા પરમ આનંદની મૂર્તિ અનંત સુખનો સાગર છે; તેમાં દ્રષ્ટિ કરતાં જે અંદર
હતું તે પર્યાયમાં પરિણમ્યું. તે શુદ્ધપર્યાયરૂપ પરિણમેલો જીવ રાગાદિનો કર્તા–
ભોક્તા નથી. શુદ્ધપરિણતિ દોષને કેમ ઉત્પન્ન કરે? ને તેને તે કેમ ભોગવે?
* આ વાત ખાસ સમજવા જેવી છે. સમજવા માટે, લક્ષ વાણી તરફ તો નહિ,
પર્યાય તરફ પણ નહિ, પણ અંદર સત સ્વભાવ છે તેમાં લક્ષ કરે તો આ
સમજાય તેવું છે. સિદ્ધ જેવા પોતાના સત્સ્વભાવથી આત્મા એક ક્ષણ પણ
ભિન્ન નથી; એવા પોતાના આત્માને લક્ષમાં લઈને અનુભવ કરવાની આ વાત છે.
* શુદ્ધઆત્મા ઉપયોગસ્વરૂપ છે, તે પરમસ્વભાવમાં જેની દ્રષ્ટિ છે એવા ધર્મી જીવ
રાગાદિની ક્રિયાના કર્તા પણ નથી ને ભોક્તા પણ નથી. સર્વજ્ઞપદ આત્માના
સ્વભાવમાં ભર્યું છે, તેમાં એકાગ્રતાવડે તે પર્યાયમાં પ્રગટે છે. આત્માની
શક્તિમાં કેવળજ્ઞાન ન હોય તો પર્યાયમાં આવે ક્યાંથી? પરમ–જ્ઞાનસ્વભાવી
આત્મા છે.
* –આવા જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કેમ કરવી?
–અંતરમાં આવો સ્વભાવ છે, તેની જાત રાગાદિથી તદ્ન જુદી છે–એમ
નિર્ણય કરીને ભેદજ્ઞાનનો અંદર અભ્યાસ કરે ત્યારે આવી દ્રષ્ટિ પ્રગટે. આ તો
અંદરના સ્વરૂપની અપૂર્વ વાત છે. આવી દ્રષ્ટિ પ્રગટ કરીને જે જીવ આનંદ–