કર્તા–ભોક્તા નથી. શુદ્ધ જ્ઞાનપરિણતિમાં રાગના અકર્તાપણાની અપેક્ષાએ
ક્ષાયિકજ્ઞાની ને શ્રુતજ્ઞાની બંને સરખાં છે.
તેનું વાંચન–મનન કરતા. તેમાં કહ્યું છે કે આ આત્મામાં ને સિદ્ધપરમાત્મામાં
કિંચિત્ પણ ફેર નથી. સ્વભાવથી આ આત્મામાં ને સિદ્ધપરમાત્મામાં કાંઈ ફેર માને
તો તે મિથ્યાદ્રષ્ટિ છે. જેમ સ્વભાવથી બંને સરખાં છે, તેમ તે સ્વભાવની દ્રષ્ટિમાં જે
રાગાદિનું અકર્તાપણું થયું તેમાં પણ બંને સરખાં છે. જેમ ક્ષાયિકજ્ઞાની એવા કેવળી
પરમાત્માના જ્ઞાનમાં રાગાદિનું કર્તા–ભોક્તાપણું નથી, તેમ સ્વભાવદ્રષ્ટિવંત સાધક
ધર્માત્માની શુદ્ધજ્ઞાનપરિણતિમાં પણ રાગાદિનું કર્તા–ભોક્તાપણું નથી. સ્વભાવદ્રષ્ટિ
થતાં ધારાવાહી શુદ્ધજ્ઞાનપરિણતિ થયા કરે છે, ત્યાં ‘આ પરિણતિને હું કરું’ એવા
વિકલ્પનોય તે પરિણતિમાં અભાવ છે. અહો! પૂર્ણાનંદી ધ્રુવસ્વભાવની દ્રષ્ટિથી
આવી પરિણતિરૂપે આત્મા પરિણમ્યો–તેનું નામ ધર્મ છે.
આત્મા પર્યાયમાં પામર છતાં સ્વભાવે પ્રભુ છે–તે પ્રભુતા સંતો બતાવે છે. જેમ
માતા હેતથી હાલરડાં ગાઈને બાળકનાં વખાણ કરે, તેમ સંતો આત્મગુણના
ગાણાં સંભળાવીને જગાડે છે કે રે જીવ! તું જાગ! રાગ જેટલો તું નથી, ને તારું
જ્ઞાન રાગનું કર્તા નથી. તું તો પૂર્ણાનંદનો નાથ છો, ને સ્વભાવમાં એકાગ્ર થઈને
પરમાત્મા થવાની તારી તાકાત છે.
જ્યાં દ્રષ્ટિને એકાગ્ર કરી ત્યાં જીવની મોહનિદ્રા ઊડી ગઈ ને તે જાગ્યો કે અહો!
જેવા પરમાત્મા તેવો હું છું. પરમાત્મામાં ને મારામાં કાંઈ ફેર નથી. પર્યાય ભલે
છોટી–પણ સ્વભાવ તો મોટો છે, સ્વભાવ છોટો નથી. આવા મોટા સ્વભાવને
પ્રતીતમાં લેતાં રાગાદિના કર્તાપણારૂપ તૂચ્છતા છૂટી જાય છે ને શુદ્ધ
જ્ઞાનભાવરૂપ મોટું પરમાત્મપણું પ્રગટે છે. જેમ અણુબોંબ (જાપાન ઉપર ફેંકાયો
તે) દેખાવમાં નાનો હોય પણ તેની શક્તિ એટલી મોટી હોય કે સેંકડો જોજનમાં
ખેદાન–મેદાન કરી નાંખે! તેમ આત્મા ક્ષેત્રથી દેખાવમાં ભલે નાનો લાગે પણ
અંદર પરમાત્મશક્તિનો મોટો ભંડાર છે, ને તેની દ્રષ્ટિ–અનુભવ તે કરી શકે છે.
નાના દેહમાં રહેલા દેડકાનો