શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૭ :
આત્મા પણ પોતાના ધ્રુવ–ચિદાનંદ સ્વભાવને લક્ષમાં લઈને તેના આનંદનું
વેદન કરે છે. તેના વેદનમાં રાગાદિના વેદનનો અભાવ છે. અજ્ઞાનદશામાં
પર્યાયને પરભાવમાં એકાગ્ર કરીને દુઃખનું વેદન કરતો, હવે પર્યાયને સ્વભાવમાં
એકાગ્ર કરીને આનંદનું વેદન કરે છે.
* પુણ્ય–પાપ રાગ–દ્વેષ તે તો ક્ષણિક દોષ છે. આખો આત્મા કાંઈ તેવો નથી,
આત્માનો સ્વભાવ રાગાદિ પરભાવ વગરનો, જ્ઞાનાનંદે પરિપૂર્ણ છે. તે
સ્વભાવને દેખનાર ધર્મીજીવ પુણ્યને પણ અશુચીરૂપ સમજીને તેને ઈચ્છતા
નથી, તે તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, જ્ઞાનપરિણતિમાં રાગ કેવો? જ્ઞાનપરિણતિ
ક્યાંથી આવે? જ્યાં જ્ઞાન હોય ત્યાં એકાગ્રતાથી જ્ઞાનપરિણતિ આવે, પણ કાંઈ
રાગમાંથી જ્ઞાનપરિણતિ ન આવે. સ્વભાવદ્રષ્ટિમાં એકાગ્ર થયો ત્યાં નિર્મળ
જ્ઞાનપરિણતિરૂપે પરિણમ્યા જ કરે એવો આત્માનો સ્વભાવ છે. આવા
આત્માની દ્રષ્ટિવાળા ધર્મીજીવ કર્મની નિર્જરા વગેરે દશાઓને જાણે જ છે, પણ
તેને કરતા નથી; તેના અકર્તારૂપ એવા સહજ જ્ઞાનભાવરૂપે જ રહે છે. આવી
શુદ્ધજ્ઞાનપરિણતિનું નામ ધર્મ છે.
* ધ્રુવસ્વભાવના આશ્રયે પર્યાયમાં જે પ્રયત્ન થયો ને શુદ્ધતાની વૃદ્ધિ થઈ તે તપ
છે ને તે ભાવનિર્જરા છે. પરંતુ, આવી નિર્જરાપર્યાયને હું કરું એમ પર્યાયસન્મુખ
દ્રષ્ટિથી નિર્જરા નથી થતી; પર્યાય અંતરમાં એકાગ્ર થઈ ત્યાં સ્વભાવના આશ્રયે
શુદ્ધપરિણતિ વર્તે જ છે. તે શુદ્ધપરિણતિમાં રાગાદિ ભાવોનું કર્તા–ભોક્તાપણું
નથી, ને તે જ મોક્ષનો ઉપાય છે.
* * * * *
પામર નહીં–પણ–પરમાત્મા
જે પોતાને પામર, રાગ–ક્રોધાદિ દોષરૂપ જ માનીને પ્રભુતા
(મોક્ષ) લેવા માંગે છે તેને તે મળશે નહીં. પોતાને પામર જ માનીને
પ્રભુતા ક્યાંથી લાવશે?
પામરતા વગરનો, એટલે ક્રોધ–રાગાદિ દોષોથી જુદો, અનંતગુણના
પરમ સ્વભાવથી ભરેલો પરમાત્મા હું છું–એમ પોતાને અનુભવનાર જીવ
દોષને દૂર કરીને પરમાત્મા થાય છે. ‘હું જ સચ્ચિદાનંદ પરમાત્મા છું’ એમ