: ૩૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
જ તેને ઓળખે છે, અજ્ઞાની તેને ઓળખતો નથી, એટલે ઉપાદેય ક્્યાંથી કરે માટે કહ્યું
છે કે સમ્યગ્દ્રષ્ટિ જ તેને ઉપાદેય કરે છે. પોતાના આવા શુદ્ધપરમાત્મા સિવાય
સમ્યગ્દ્રષ્ટિને બીજું કાંઈ ઉપાદેય નથી. આવા શુદ્ધદ્રવ્યને ધ્યેય કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટે
છે. એ સિવાય બીજી રીતે ત્રણકાળ ત્રણલોકમાં સમ્યગ્દર્શનાદિ થતાં નથી. આત્મા જ્યારે
પોતાના શુદ્ધ સ્વભાવની સન્મુખ થયો ત્યારે તેને અમૃતનું ઉત્તમમાં ઉત્તમ ચોઘડીયું છે.
અંતરમાં આનંદનો અનુભવ થાય–એના જેવું મંગલ ચોઘડીયું બીજું કોઈ નથી.
કોઈ કહે કે અત્યારે જે કલાસ (શિક્ષણવર્ગ) ચાલે છે તેમાં આ કયા કલાસની
વાત છે? તો કહે છે કે આત્માના કલાસની આ વાત છે. આત્મા સૌથી ઉત્તમ છે, તે જેને
સમજવો હોય તેને માટે આ વાત છે. આને ધર્મનો પહેલો કલાસ કહો કે ઊંચામાં ઊંચો
કલાસ કહો; પણ સત્ય સ્વરૂપ સમજવું હોય તેણે આ સમજવું પડશે.
શ્રી ગુરુએ આત્માનું આવું સ્વરૂપ સમજાવ્યું, ને શિષ્ય ગુરુગમથી આત્માનું
આવું સ્વરૂપ સમજ્યો, ત્યારે વિનયથી તે કહે છે કે અહો! શ્રીગુરુનો મહાન ઉપકાર
થયો, શ્રીગુરુએ જ મને આવો આત્મ સમજાવ્યો. આ રીતે ધર્માત્મા–સત્પુરુષો ઉપકારનું
જ્ઞાન ભૂલતા નથી–‘न हि कृतमुपकारं साधवो विस्मरन्ति!’ છતાં તે જાણે છે અને
શ્રીગુરુએ પણ એમ જ સમજાવ્યું છે કે પર તરફનો આ વિકલ્પ છે તે આત્મા નથી,
વિકલ્પ તરફનું જે જ્ઞાન છે તેટલો પણ ખરેખર આત્મા નથી.–અંતર્મુખ થઈને પોતે
આવો આત્મા સમજ્યો ત્યારે શ્રીગુરુનો ઉપકાર થયો.–પણ ‘સમજ્યા વણ ઉપકાર
શો?’
અનુભવતાં તો વિકલ્પોનો જ અનુભવ થાય છે ને તે વિકલ્પના અનુભવમાં અટકવું તે
મિથ્યાત્વ છે; શુદ્ધઆત્માના એકપણાનો અનુભવ તે સમ્યગ્દર્શન છે. સાચા દેવ–ગુરુ–
શાસ્ત્ર તરફના બહુમાન વગેરેનો ભાવ તે શુભરાગ છે, તે શુભરાગ પોતે મિથ્યાત્વ
નથી, પણ તે શુભરાગને જો ધર્મ માને, કે તેને મોક્ષનું સાધન માને, તો મિથ્યાત્વ થાય
છે. ઉદયભાવ કદિ મોક્ષનું કારણ થાય નહીં, ઔપશમિકાદિ ત્રણભાવો–કે જે
શુદ્ધઆત્માના આશ્રયે જ પ્રગટે છે–તે મોક્ષનું કારણ છે; ને જે પારિણામિક સ્વભાવ છે તે
તો બંધ–મોક્ષ વગરનો છે; બંધન થવું ને મુક્ત થવું તે પર્યાયમાં છે, ત્રિકાળ સ્વભાવને
બંધન–મોક્ષ થવાપણું નથી.
ઉપશમાદિ ત્રણ ભાવો મોક્ષમાર્ગ છે, પણ શુદ્ધઆત્માની સન્મુખ થઈને
શુદ્ધોપયોગ થયા વગર તે ભાવ પ્રગટ થાય નહિ. સ્વસન્મુખ નિજવેપારને શુદ્ધોપયોગ