Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 44

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૧ :
કહે છે. તે વખતે રાગ અબુદ્ધિપૂર્વક ભલે હો પણ શુદ્ધઉપયોગપૂર્વક જ સમ્યગ્દર્શન થાય
છે ને મોક્ષમાર્ગ ખુલે છે. પછી નિર્વિકલ્પશુદ્ધોપયોગ ક્યારેક–ક્યારેક થાય છે, સદાય નથી
રહેતો; છતાં, શુદ્ધોપયોગ ખસી જાય ત્યારે પણ સમ્યક્ત્વાદિ શુદ્ધપરિણતિ તો સળંગ રહે
છે, અને તે સંવર–નિર્જરા–મોક્ષનું કારણ છે. આત્મા પોતે ઈન્દ્રિયાતીત રાગાતીત
શુદ્ધોપયોગસ્વભાવી હોવાથી શુદ્ધોપયોગ વડે જ તે અનુભવમાં આવે છે.–આવો
વીતરાગનો અલૌકિક માર્ગ છે.
‘ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યયુક્તં સત્’–એમ ભગવાને કહ્યું છે, તેમાં ધ્રુવ તે તો પરમ–
પારિણામિકભાવરૂપ છે, અને ઉત્પાદ–વ્યયમાં ઉદય–ઉપશમાદિ ભાવો હોય છે. મોક્ષમાર્ગ
તે ઉત્પાદ–વ્યયરૂપ છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં આખી વસ્તુ આવી ગઈ. એક સમયમાં
ઉત્પાદ–વ્યય–ધ્રુવનું જે સૂક્ષ્મસ્વરૂપ સર્વજ્ઞભગવાને જોયું છે તેવું સ્વરૂપ બીજા કોઈએ
જોયું નથી. સર્વજ્ઞે કહેલું યથાર્થ આત્મસ્વરૂપ જાણ્યા વગર સાચો અનુભવ થાય નહિ.
સમયસારમાં શુદ્ધાત્માની સન્મુખ થયેલ ભાવશ્રુતજ્ઞાનરૂપ અનુભૂતિને આત્મા કહ્યો છે;
ભાવશ્રુત એટલે ઉપયોગની સ્વસન્મુખ એકાગ્રતારૂપ વીતરાગી પર્યાય;–તેને અભેદપણે
આત્મા કહ્યો છે; અને અહીં કહે છે કે દ્રવ્ય અને પર્યાય ‘કથંચિત્ ભિન્ન’ છે; તેમાં
બંનેમાં કાંઈ વિરોધ નથી.
વર્તમાન પર્યાય એક સમયની સત્ છે; તેને દ્રવ્યથી અભિન્નપણું પણ છે ને
કથંચિત્ ભિન્ન પણ છે. પર્યાયનો ભેદ પાડવો તે વ્યવહાર છે. ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય,
ને પર્યાય તે વ્યવહાર, તે અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયને કથંચિત્ ભિન્નપણું છે. આત્માને
ભેદ પાડીને લક્ષમાં લેવો તે વ્યવહાર છે, તેના આશ્રયે રાગ છે; અને અભેદ આત્માને
લક્ષમાં લેવો તે નિશ્ચય છે, તેના આશ્રયે નિર્વિકલ્પ સમ્યક્ત્વાદિ થાય છે. સ્વસન્મુખ
એકાગ્ર થઈને અભેદ થયેલી એક સમયની તે પર્યાય દ્રવ્યથી અભિન્ન છે, પણ દ્રવ્યની
જેમ તે ત્રિકાળ નથી માટે તે કથંચિત્ ભિન્ન છે.–આમ બંને વિવક્ષા સમજવી જોઈએ.
દ્રવ્ય અને પર્યાયનું કથંચિત્ ભિન્નપણું ને કથંચિત્ અભિન્નપણું જેમ છે તેમ જાણતાં
પર્યાયબુદ્ધિ છૂટી જાય છે, ને દ્રવ્યસન્મુખ દ્રષ્ટિ જાય છે. દ્રવ્યસન્મુખ થયેલી પર્યાય પોતે
શુદ્ધ છે, એકસમયનું તેનું જે અસ્તિત્વ છે તે સ્વયં પોતાથી શુદ્ધ છે; દ્રવ્યથી અનાલિઢ છે
તે અપેક્ષાએ આ શુદ્ધપર્યાયને (અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં) આત્મા કહ્યો કેમકે
આત્મા તે પર્યાયમાં અભેદપણે તે સમયે પરિણમ્યો છે, માટે તે શુદ્ધપર્યાયને આત્મા
કહ્યો. અલિંગગ્રહણના વીસ અર્થમાં આચાર્યદેવે અલૌકિક વાત કરી છે.