Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 44

background image
: ૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
આત્માના આનંદને કેવી રીતે સાધવો?
આત્માને ધ્યાવવો હોય તો પરની ચિંતાનો બોજો ઉતારી નાંખ,
અને આત્માની વીરતા પ્રગટ કર...ધર્મ સાધવાની આ મોસમ છે.
* [અષ્ટપાહુડ–મોક્ષપ્રાભૃતના પ્રવચનોમાંથી] *
આત્માના સ્વભાવમાં દોષ નથી, આત્માનો અસલ સ્વભાવ અનંત જ્ઞાન–
આનંદ ગુણસંપન્ન છે; પણ પર્યાયમાં દોષ છે, તે દોષનો અભાવ થઈને શુદ્ધદશા
પ્રગટે તેનું નામ સુખ અને તેનું નામ મોક્ષ. આવી મોક્ષદશા કેમ પ્રગટે? કે જીવ–
અજીવની વિભક્તીને એટલે કે ભિન્નતાને જાણીને, શુદ્ધઆત્માના ધ્યાન વડે પુણ્ય–
પાપનો પરિહાર કરતાં ઉત્તમ વીતરાગીસુખ પ્રગટે છે; આત્માનો આનંદ જેને
જોઈતો હોય તેણે ક્રોધાદિ દોષથી રહિત નિર્મળ સ્વભાવને ધ્યાવવો.
જેના મતમાં જીવ–અજીવની ભિન્નતાનું ભાન નથી, તેનાં દ્રવ્ય–ગુણ–
પર્યાયને જે ઓળખતો નથી, તેને આત્માનું ધ્યાન હોતું નથી. વસ્તુની જેને ખબર જ
નથી તેને ધ્યાન કેવું? તેથી કહે છે કે જિનમતઅનુસાર જીવ–અજીવના યથાર્થ
સ્વરૂપને શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે, અને પછી શુદ્ધ જીવસ્વભાવમાં એકાગ્ર થઈને પુણ્ય–
પાપનો પરિહાર કરે, એ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે સુશોભિત આત્મા
ઉત્તમસુખરૂપ મોક્ષને સાધે છે.
આત્માનું ધ્યાન કોણ કરી શકે? પ્રથમ તો યથાર્થ વસ્તુસ્વરૂપ નક્કી કરીને
જેણે મિથ્યાત્વશલ્ય કાઢી નાંખ્યું છે, તે પરથી વિમુખ અને સ્વની સન્મુખ થઈને
આત્માને ધ્યાવે છે. જેને પરની ચિંતાનો પાર નથી તેને સ્વનું ધ્યાન ક્યાંથી થાય?
જેનો ઉપયોગ જ પરની ચિંતામાં રોકાયેલો છે તેનો ઉપયોગ આત્મા તરફ ક્યાંથી
વળશે? માટે કહે છે કે નિશ્ચિંત અને નિભૃત પુરુષો વડે જ આત્મા સધાય છે. પરની
ચિંતાનો બોજો જેણે જ્ઞાનમાંથી કાઢી નાંખ્યો છે, મારા જ્ઞાનમાં પરનું કામ નથી,
પરનો બોજો નથી, અને ક્રોધાદિ પરભાવો પણ મારા ચૈતન્ય–પિંડમાં નથી,–આમ
જ્ઞાનમાંથી