એટલે શુદ્ધઆત્માની ભાવના; આત્માના સ્વભાવની
સન્મુખ થઈને તેની ભાવના કરવી તેનું નામ
જિનભાવના છે, આવી જિનભાવના વડે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. માટે હે જીવો! પૂર્વે નહિ
ભાવેલી એવી અપૂર્વ જિનભાવનાને તમે ભાવો.
જિનભાવના વગર જીવ ચાર ગતિનાં ભીષણ દુઃખ
પામ્યો, માટે હવે તેનાથી છૂટવા ને મોક્ષસુખ પામવા
તમે જિનભાવના ભાવો.
શુદ્ધભાવ. વીતરાગી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આવો શુદ્ધભાવ આત્માના
આશ્રયે જ પ્રગટે છે. આવા શુદ્ધભાવવડે જે પરમાત્મા થયા તે અરિહંતાદિ
પરમાત્માને નમસ્કાર કરું છું. તે પરમાત્મા આવા શુદ્ધભાવરૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રનો ઉપદેશ દેનારા છે ને તેવા શુદ્ધભાવના કરનાર છે. તેમણે પોતાના
આત્મામાં એવો શુદ્ધભાવ કર્યો છે ને બીજા જીવોને પણ તેવો શુદ્ધભાવ કરવામાં
નિમિત્ત છે. શુદ્ધભાવ એટલે વીતરાગભાવ અથવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
ભાવ; તે પોતાના સ્વભાવના આશ્રયે જ પ્રગટે છે; તેથી આત્માને જાણ્યા વગર
શુદ્ધભાવ પ્રગટે નહીં. આવા આત્માની ઓળખાણ કરીને શુદ્ધભાવ પ્રગટ કરવામાં
અરિહંતપરમાત્મા વગેરે પંચપરમેષ્ઠી નિમિત્ત છે, તેથી મંગલાચરણમાં તેમને
નમસ્કાર કરીને આ ભાવપ્રાભૃત શરૂ થાય છે.–