णमिऊण जिणवरिंदे णरसुरभवणिंदवंदिए सिद्धे।
वोच्छामि भावपाहुडम् अवसेसे संजदे सिरसा।।१।।
શિરસા નમી, કહું ભાવપ્રાભૃત; વંદું સંયત સર્વને. (૧)
શુદ્ધભાવ જ સંવર–નિર્જરા–મોક્ષનું કારણ છે. શુભરાગથી પુણ્ય છે, તે તો પાપની જેમ
ભાવબંધ છે, તે કાંઈ નિર્જરાનું કારણ નથી. નિર્જરાનું કારણ તો શુદ્ધભાવ છે.
શુદ્ધઆત્માની દ્રષ્ટિથી થયેલો જે રાગ–દ્વેષ વગરનો શુદ્ધભાવ એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર તે જ નિર્જરાનું ને મોક્ષનું કારણ છે. ૧૪૮ પ્રકૃતિમાંથી તીર્થંકરાદિ કોઈ પણ
કર્મપ્રકૃતિ જે ભાવથી બંધાય તે અશુદ્ધભાવ સંસારનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી.
તીર્થંકરને કેવળજ્ઞાન થયું તે શુદ્ધ ભાવથી જ થયું છે, તે કાંઈ રાગથી કે તીર્થંકરપ્રકૃતિથી
થયું નથી. શુદ્ધઆત્માના અનુભવમાં લીનતારૂપ શુદ્ધભાવ, તેનું ફળ કેવળજ્ઞાન છે. વચ્ચે
રાગ આવ્યો ને તીર્થંકર પ્રકૃતિ બંધાણી તેનું ફળ