નથી. જે રાગને સિદ્ધપદનું સાધન માને તેને રાગ વગરના શુદ્ધભાવની ખબર પણ
નથી, અને શુદ્ધભાવવાળા પંચપરમેષ્ઠીને પણ તે ઓળખતો નથી; તે તો સંસારના
સાધનને જ મોક્ષનું સાધન માની રહ્યો છે. મુનિ વગેરેને રત્નત્રયની સાથે વ્રતાદિનો
જે શુભરાગ છે તે રાગવડે કાંઈ તેઓ મોક્ષને નથી સાધતા, પણ રત્નત્રયરૂપ જે
શુદ્ધતાના અંશો છે તેના વડે જ પૂર્ણ શુદ્ધતાને તેઓ સાધે છે. એ જ રીતે ચોથા
ગુણસ્થાને સમ્યગ્દર્શનાદિ જેટલી ભાવશુદ્ધિ છે તેના વડે તે પૂર્ણશુદ્ધતારૂપ મોક્ષને
સાધે છે, પણ જે રાગ છે તેને મોક્ષનું સાધન માનતા નથી. શુદ્ધતાનું સાધન તો
શુદ્ધતારૂપ જ હોય, રાગરૂપ ન હોય.
રાગની પુષ્ટિનો જે ઉપદેશ આપે તે ગુરુપદે શોભતા નથી, તે તો કુગુરુ છે.
વીતરાગતાના સાધક ગુરુ તો વારંવાર એવો ઉપદેશ આપે છે કે તારો સ્વભાવ
વીતરાગી છે, વીતરાગભાવ જ ધર્મ છે, વીતરાગભાવ જ મોક્ષનું સાધન છે,
વીતરાગભાવમાં જ સુખ છે, શુદ્ધઆત્માના આશ્રયે વીતરાગભાવ જ કર્તવ્ય છે; –એમ
વારંવાર વીતરાગતાનો પોષક ઉપદેશ આપે છે. રાગથી ધર્મ થશે એમ તેઓ કહેતા નથી.
બધા જૈનશાસ્ત્રોનો સાર વીતરાગભાવ જ છે અને તે વીતરાગતા શુદ્ધઆત્મસ્વભાવના
અનુભવથી થાય છે. આત્માની સન્મુખ થઈને શુદ્ધભાવ પ્રગટ કરવો તે જ ધર્મની
શરૂઆત છે, તે જ મોક્ષનો માર્ગ છે ને તેમાં જ સંવર–નિર્જરા છે. આવા શુદ્ધભાવને
પામેલા ને તેનો ઉપદેશ દેનારા એવા પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને
ભાવપ્રાભૃતનું મંગલાચરણ કર્યું છે.
તેની ભાવના કરવી તેનું નામ જિનભાવના છે, આવી જિનભાવના વડે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. માટે હે જીવો! પૂર્વે નહિ ભાવેલી એવી અપૂર્વ જિનભાવનાને
તમે ભાવો જિનભાવના વગર જીવ ચાર