: ૧૪ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
જિનભાવના એટલે સમ્યગ્દર્શન; સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ હોય ત્યાં જ સાચી
મુનિદશા પ્રગટે છે, માટે સમ્યક્ત્વાદિરૂપ ભાવશુદ્ધિની મુખ્યતા છે–એ વાત બીજી
ગાથામાં સમજાવે છે.
ગાથા : ૨
(ભાવલિંગની પ્રધાનતા)
પ્રથમ તો સમ્યગ્દર્શનરૂપ જે ભાવ છે તે મુખ્ય છે, તેના વગરનું દ્રવ્યલિંગ કાંઈ
પરમાર્થરૂપ નથી. સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ હોય ત્યાં દ્રવ્યલિંગ–મહાવ્રતાદિ હોય છે, તેમાં
પણ તે દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, ભાવશુદ્ધિરૂપ ભાવલિંગ જ પરમાર્થ છે: માટે હે જીવ!
ભાવશુદ્ધિને જ તું પરમાર્થ મોક્ષકારણ જાણ–એમ કહે છે–
भावो हि पढमलिंगं ण दव्वलिंगं न जाण परमत्थं।
भावो कारणभूदो गुणदोसाणां जिणा विंति।।२।।
છે ભાવલિંગ જ મુખ્ય, પણ નહીં દ્રવ્યલિંગ પરમાર્થ છે;
ગુણદોષનું કારણ કહે ભગવંત જીવના ભાવને. (૨)
ભાવલિંગ જ મુખ્ય છે, તેને પરમાર્થરૂપ જાણ; દ્રવ્યલિંગને પરમાર્થ ન જાણ.
મોક્ષનું કારણ સમ્યગ્દર્શનાદિ ભાવ છે. મોક્ષના સાધક મુનિવરોને ભાવલિંગ
અને દ્રવ્યલિંગ બંને હોય છે, પણ તેમાં મોક્ષનું કારણ તો ભાવલિંગ છે તેથી તે જ
પરમાર્થ છે. ત્યાં દ્રવ્યલિંગ હોય છે ખરૂં પણ તે મોક્ષનું ખરૂં કારણ નથી એટલે તે
પરમાર્થ નથી. પરમાર્થરૂપ હોવાથી ભાવલિંગને મુખ્ય કહ્યું એટલે કે ‘પ્રથમ’ કહ્યું. પહેલાંં
ભાવલિંગ પ્રગટે ને પછી દ્રવ્યલિંગ થાય–એમ ‘પ્રથમ’ નો અર્થ નથી; પણ ભાવલિંગ
મુખ્ય છે–એવા અર્થમાં તેને ‘પ્રથમ’ કહ્યું છે. અથવા મુનિ થનારને પહેલાંં
સમ્યગ્દર્શનરૂપી શુદ્ધભાવ હોય છે. તે જીવ પહેલાંં તો વૈરાગ્યથી ગુરુ પાસે જઈને
દ્રવ્યલિંગ