સાચું મુનિપણું થાય છે.
તે નવમી ગ્રૈવેયક સુધી જાય, પણ તેને ભવકટ્ટી ન થાય, –માટે દ્રવ્યલિંગ
પરમાર્થ નથી, તે મોક્ષનું કારણ નથી. દ્રવ્યલિંગથી તેને ધર્મનો કાંઈ લાભ
નથી.
અંદર મુનિદશાને યોગ્ય શુદ્ધતા ન થઈ, સાતમું ગુણસ્થાન ન પ્રગટ્યું, –તો તે
સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ દ્રવ્યલિંગી છે. તેને સમ્યગ્દર્શનના પ્રતાપે ભવકટ્ટી તો
થઈ ગઈ છે, પણ મુનિદશા હજી થઈ નથી. દ્રવ્યલિંગ હોવા છતાં તેને
ભાવલિંગ ન થયું, માટે દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, તે મોક્ષનું કારણ નથી.
દ્રવ્યલિંગને કારણે તેને ભવકટ્ટી નથી થઈ પણ સમ્યગ્દર્શનરૂપ ભાવશુદ્ધિને
કારણે જ ભવકટ્ટી થઈ છે.
જ્યાં ભાવલિંગ પ્રગટે ત્યાં દ્રવ્યલિંગ હોય જ–એવો નિયમ છે.)
ભાવનાથી પહેલાંં દ્રવ્યલિંગ ધારણ કર્યું; પછી અંદરમાં શુદ્ધોપયોગના પ્રયોગથી
નિર્વિકલ્પ ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટયું, એટલે ભાવલિંગ થયું, સાચી
મુનિદશા થઈ. હવે તેને પણ જે દ્રવ્યલિંગ છે તે કાંઈ મોક્ષનું કારણ નથી એટલે તે
પરમાર્થ નથી, જે ભાવશુદ્ધિરૂપ ભાવલિંગ છે તે જ પરમાર્થ છે, તે જ મોક્ષનું
કારણ છે.