ગુણસ્થાન પ્રગટી જાય ને પછી વસ્ત્રાદિ છોડીને મુનિ થાય–એમ નથી. વસ્ત્રાદિ
સહિત દશામાં જ્ઞાનીને આત્માનો અનુભવ હોય. સમ્યગ્દર્શન હોય, પણ મુનિદશા ન
હોય. પહેલાંં દ્રવ્યલિંગ ધારણ કરીને અંતરના પ્રયોગપૂર્વક ભાવલિંગ પ્રગટ કરે છે.
ભાવશુદ્ધિ સહિતના દ્રવ્યલિંગમાં પણ તે દ્રવ્યલિંગ કાંઈ પરમાર્થ નથી, તે જીવનું
સ્વરૂપ નથી. શુદ્ધભાવ જ પરમાર્થ છે, તે જીવનું સ્વરૂપ છે. મુનિને સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ હોય છે ખરૂં; ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ
ગમે તેવું વિપરીત હોય–એમ ન બને. દ્રવ્યલિંગ યોગ્ય જ હોય છે, પણ મહત્તા
ભાવલિંગની છે–એમ બતાવવું છે. મોક્ષનું કારણ ભાવલિંગ છે; દ્રવ્યલિંગ નહીં.
દ્રવ્યલિંગ તો પરદ્રવ્ય–આશ્રિત છે, તેનું તો મમત્વ છોડીને અરિહંતો મુક્તિ પામ્યા
છે. સમયસાર ગા. ૪૦૯–૪૦૧ માં કહે છે કે –અજ્ઞાની લોકો દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ
માનીને તેનું મમત્વ કરે છે, પણ બધાય અરિહંત ભગવંતોએ તો શરીરાશ્રિત એવા
દ્રવ્યલિંગનું મમત્વ છોડ્યું, ને શુદ્ધજ્ઞાનમય થઈને, આત્માશ્રિત દર્શન–જ્ઞાન–ચારિત્ર
વડે મોક્ષની ઉપાસના કરી. જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અર્હંતદેવો
તેનું મમત્વ છોડીને દર્શન–જ્ઞાન–ચારિત્રને શા માટે સેવત? માટે જિનભગવંતો એમ
કહે છે કે દ્રવ્યલિંગ તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તેમજ તેના આશ્રયે મોક્ષમાર્ગ
પ્રગટતો નથી, તે તો શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર જ
મોક્ષમાર્ગ છે, તે આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. માટે હે જીવ! તું સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ પરમાર્થમોક્ષમાર્ગમાં તારા આત્માને જોડ. મોક્ષાર્થી જીવોએ આવો
એક જ મોક્ષમાર્ગ સદા સેવવાયોગ્ય છે.
છે, દરેક વસ્તુમાં પોતાનો ભાવ હોય છે. પણ અહીં મોક્ષમાર્ગમાં ‘ભાવ’ એટલે
જીવના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સ્વભાવભાવની મુખ્યતા છે, તે જ મોક્ષનું
પરમાર્થ કારણ છે. આવી ભાવશુદ્ધિ વગરનું બધુંય