છે અને પુદ્ગલ સ્પર્શાદિરૂપ જડ છે. તેનું એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ થવું
તેને ભાવ કહે છે. હવે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણામ તે તો જીવના
સ્વભાવરૂપ ભાવ છે, શુદ્ધભાવ છે, તે સુખનું ને મોક્ષનું કારણ છે; તથા રાગ–દ્વેષ–
મોહરૂપ પરિણામ તે જીવના વિભાવરૂપ ભાવ છે; તે અશુદ્ધભાવ છે, તે દુઃખનું અને
સંસારનું કારણ છે. પરમાણુમાં વર્ણ–ગંધ–રસ–સ્પર્શ તે તેનો સ્વભાવભાવ છે, અને
તેમાં સ્કંધરૂપ કર્મ વગેરે અવસ્થા થાય તે વિભાવભાવ છે; જડમાં સ્વભાવ હો કે
વિભાવભાવ હો, તેને કાંઈ સુખ–દુઃખ નથી. સુખ–દુઃખ જીવને હોય, જડને સુખ–
દુઃખ ન હોય.
સમ્યક્ત્વાદિ સ્વભાવ–ભાવથી જીવને સુખ છે, અને મિથ્યાત્વાદિ વિભાવ–
ભાવથી જીવને દુઃખ છે; માટે સ્વભાવરૂપ થવું ને વિભાવરૂપ ન થવું એમ જીવને
ઉપદેશ છે. વિભાવભાવ જીવને કદી સુખનું કે મોક્ષનું કારણ થઈ શકે નહીં. પોતાના
સ્વભાવને ઓળખતાં સમ્યક્ત્વાદિ જે શુદ્ધભાવ પ્રગટે છે તે સુખમય છે ને તે જ
મોક્ષનું કારણ છે. માટે હે જીવ! તું જિનભાવના વડે એટલે કે શુદ્ધઆત્માની ભાવના
વડે ભાવશુદ્ધિ પ્રગટ કર.
મૃત્યુનો ભય કેવો? આત્માને શરીર નથી પછી રોગ કેવો?
આત્માને રોગ નથી પછી વેદના કેવી? હે બંધુ! આ જરાક
જેટલા શારીરિક દુઃખથી કાયર થઈને તું પ્રતિજ્ઞાથી જરાપણ
ચ્યુત થઈશ નહીં, આત્મિક ભાવથી જરાપણ ડગીશ નહીં, દ્રઢ
ચિત્ત થઈને આરાધનાને ઉગ્ર કરજે. પાંડવ–મુનિરાજ, સુકુમાર
વગેરે ધીરવીર ધર્માત્માઓનું ઉત્તમ ચારિત્ર યાદ કરીને તેમનું
અનુકરણ કરજે.