તે સમ્યગ્દર્શન પામ્યો; ત્યાંથી સ્વર્ગમાં જઈને પછી
અગ્નિવેગ મુનિ થયા ને કમઠ–અજગર તેને ખાઈ ગયો;
ફરી સ્વર્ગમાં જઈને પછી વજ્રનાભિ–ચક્રવર્તી થયા ને
મુનિ થઈને ધ્યાનમાં હતા ત્યાં કમઠ–શિકારી ભીલે
તેમને બાણ મારીને વીંધી નાંખ્યા; અને સમાધિમરણ
કરીને તેઓ ગ્રૈવેયકમાં અહમીન્દ્ર થયા. ત્યારપછી શું
પણ ન થઈ ત્યાં તો તે એકદમ યુવાન થઈ ગયા. દેવલોકનો આશ્ચર્યકારી વૈભવ જોતાં તે
વિચારમાં પડી ગયા ને તેમને અવધિજ્ઞાન પ્રગટ્યું; પોતાનો પૂર્વ ભવ તેમણે જાણી
લીધો, તેથી ધર્મનો ઘણો મહિમા આવ્યો કે અહો! તે મુનિદશા ધન્ય હતી! તે ચારિત્રવૃક્ષ
તો મોક્ષફળ દેનારું છે, –પણ મારી વીતરાગ–ચારિત્રદશા પૂરી ન થઈ ને થોડોક રાગ
બાકી રહી ગયો તેથી આ દેવલોકમાં અવતાર થયો છે. અહીં પણ મારે જૈનધર્મની
ઉપાસના કર્તવ્ય છે. આમ વિચારી ત્યાં દેવલોકના જિનાલયમાં બિરાજમાન શાશ્વત
રત્નમય જિનપ્રતિમાનું ખૂબ જ ભક્તિથી પૂજન કર્યું. દેવલોકમાં કલ્પવૃક્ષો પાસેથી
પૂજનની સામગ્રી લીધી. તે દેવલોકની ઋદ્ધિ અલૌકિક હતી. ત્યાં