હતા, કેટલાય જીવો બીજા જ ભવે મોક્ષ પામવાના હતા. –આવા ધર્માત્મા સાધર્મી–દેવો
સાથે આનંદપૂર્વક અસંખ્ય વર્ષ સુધી ધર્મચર્ચા કરી. તે દેવો એવા નીરાકૂળ હતા કે
પોતાનું દેવવિમાન છોડીને બીજે ક્્યાંય જતા ન હતા. પોતાના વિમાનમાં જ રહીને
તીર્થંકરો અને કેવળીભગવંતોને વંદન–નમસ્કાર કરતા હતા, મુનિવરોનાં ગુણગાન કરતા
હતા ને મુનિપણાની ભાવના ભાવતા હતા. પોતાના દેવલોકથી થોડેક જ ઊંચે
બિરાજમાન સિદ્ધભગવંતોને યાદ કરીને આત્માના શુદ્ધસ્વરૂપનું ચિંતન કરતા હતા.
તેમનું શરીર સ્ફટિકમણિ જેવું તેજસ્વી અને સફેદ હતું, મળમૂત્ર કે રોગની ઉપાધિ તેમને
ન હતી; સત્તાવીશહજાર વર્ષ સુધી તેમને ભૂખ લાગતી ન હતી; સત્તાવીસહજાર વર્ષે
એકવાર ભૂખ લાગે ત્યારે મનમાં જ અમૃતને યાદ કરતાં તેમની ભૂખ મટી જતી હતી.
દેવલોકનું જે દિવ્યશરીર, અને દિવ્યસામગ્રી, તેનાથી પણ પોતાનો આત્મા જુદો છે, ને
તેમાં ક્્યાંય સુખ નથી, સુખ તે તો આત્માનો અનુભવ છે–એમ તે ધર્માત્મા જાણતા
હતા. –આવા આત્મજ્ઞાનસહિત દેવલોકના દિવ્યવૈભવ વચ્ચે તેઓ ૨૭ સાગર સુધી
રહ્યા.
મુનિરાજને બાણ મારીને મારી નાંખ્યા, ત્યાર પછી થોડા સમયમાં તે ભીલને પણ
કોઈએ મારી નાંખ્યો અને ક્રૂરભાવને લીધે રૌદ્રધ્યાનથી મરીને તે સાતમી નરકમાં
ઊપજ્યો; ઊપજતાં વેંત ઊંધે માથે ભાલા જેવી જમીન પર પડ્યો અને અત્યંત દુઃખથી
પાછો પાંચસો જોજન ઊંચે ઊછળ્યો......પાછો ભૂમિ પર પડ્યો ને ઉછળ્યો; એમ
વારંવાર થતાં લોટની જેમ તેનું શરીર વેરવિખેર થઈ ગયું ને તે ઘણું દુઃખ પામ્યો.
અત્યંત ભયભીત થઈને મૂઢની જેમ ચારેકોર જોઈ રહ્યો કે અરે, આ બધું શું છે? હું
અહીં ક્્યાં આવી પડ્યો? અહીં તો ચારેકોર દુઃખનો જ દરિયો ઊછળી રહ્યો છે. અરે, હું
ક્્યાં જાઉં? શું કરું? કોનું શરણ લઉં? અરેરે? પૂર્વના મહાપાપથી હું આ નરકમાં આવી
પડ્યો! અહીંની દુર્ગંધ તો સહન થતી નથી, ને અનંતી ઠંડીમાં શરીર ઓગળી જાય છે.
આ નરકના કુવામાંથી હું ક્્યારે છુટીશ! આમ બહુ જ દુઃખથી વિલાપ કરે છે. –પણ ત્યાં
એનો વિલાપ કોણ સાંભળે? કોણ એની દયા કરે? ઊલ્ટું, બીજા નારકીઓ ઘાતકીપણે
એને મારે છે. ભૂખ્યા–તરસ્યા તે જીવને અસંખ્ય વર્ષ સુધી ખાવાનું અન્ન કે પીવાનું
પાણી મળતું નથી. દુઃખના માર્યા એને કાંઈ સૂઝતું નથી, ક્્યાંય ચેન પડતું નથી. ધર્મનું
સેવન તો કર્યું નથી, ધર્મા–