Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 45

background image
: ૨૦ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
ત્માની વિરાધના કરીને એકલા પાપનું જ સેવન કર્યું છે, એને તો ચેન ક્્યાંથી હોય! જે
નિર્દયપણે જીવોની હિંસા કરે, માંસ ખાય, એવા પાપી જીવો નરકમાં અત્યંત ભયંકર
દુઃખો ભોગવે છે; એકક્ષણ પણ ત્યાં સુખ નથી. હિંસાદિમાં સુખ માનનારા જીવો રાઈ
જેટલા ઈંદ્રિયસુખની ખાતર અનંતા મેરુ જેટલા દુઃખને નોતરે છે. નરકમાં પડેલો તે જીવ
વિભંગજ્ઞાનથી પૂર્વનાં પાપોને યાદ કરીને પશ્ચાત્તાપ કરે છે કે અરેરે! પૂર્વે ક્રોધ કરતાં
પાછું વાળીને જોયું નહીં તેથી આ હાલ થયા. પૂર્વે સંતોનો ઉપદેશ લક્ષમાં લીધો નહીં
તેથી હું મહાન દુઃખમાં પડ્યો. ધન્ય છે તે જૈનધર્મને–કે જે આવા ભયંકર પાપોથી ને
અજ્ઞાનમાંથી જીવોને છોડાવે છે. જીવ એકલો પાપ કરે છે ને જીવ એકલો જ દુઃખ
ભોગવે છે; અત્યારે મારું કોઈ નથી. તેમ ધર્મમાં પણ જીવ એકલો જ ધર્મને સાધે છે, ને
એકલો જ અંદરનું સુખ ભોગવે છે. –આમ અનેક પ્રકારે કોઈવાર અશુભવિચારમાં ને
કોઈવાર શુભવિચારમાં કાળ ગુમાવતાં તેણે અસંખ્યાત વરસ સુધી સાતમી નરકનાં
મહાન દુઃખો ભોગવ્યાં.
શાસ્ત્રકાર કહે છે કે અરે, આવા ક્રોધાદિ પાપોને દુઃખદાયક જાણીને છોડો; અને
હે ભવ્ય જીવો! પરમ આનંદદાયક એવા જૈનધર્મને તમે ભક્તિથી સેવો.
(૮) આનંદકુમાર અને સિંહ
દેવલોકમાંથી નીકળીને મરુભૂતિનો જીવ (એટલે કે પારસપ્રભુનો જીવ) તો
અયોધ્યાનગરીમાં આનંદકુમાર તરીકે અવતર્યો; અને કમઠનો જીવ નરકમાંથી નીકળીને
ક્રૂર સિંહ થયો.
આપણું ભરતક્ષેત્ર આ જંબુદ્વીપના દક્ષિણ ભાગમાં છે; ભરતક્ષેત્રમાં અયોધ્યા
નગરી છે તે શાશ્વત છે, તેનાં મૂળસ્થાને સાથિયો છે, અને તે નગરીમાં તીર્થંકરો જન્મે
છે, તેથી તે મહાન તીર્થ છે. ઋષભદેવ વગેરે તીર્થંકર ભગવંતો અયોધ્યામાં જ જન્મ્યા
હતા. ઉત્તમ અયોધ્યાનગરી અનેક જિનાલયોથી શોભતી હતી, ને તેના ઉપર સુંદર
ધર્મધ્વજ ફરકતા હતા. ઋષભદેવ ભગવાનના ઈક્ષ્વાકુવંશમાં ઘણાં વર્ષો પછી
અયોધ્યામાં વજ્રબાહુ નામના રાજા થયા; તેમની પ્રભાવતી રાણીની કુંખે આનંદકુમારનો
અવતાર થયો. આનંદકુમાર પોતે આત્માના આનંદને જાણતો હતો; ને બીજા જીવોને
પણ આનંદ આપતો હતો. તે ગુણવાન, રૂપવાન અને બળવાન હતો, તેની બુદ્ધિ ધર્મમાં
સ્થિર હતી. તે મોટા થતાં મહા–માંડળિક રાજા થયો; આઠ હજાર રાજાઓ તેના તાબામાં
હતા. આવડો મોટો રાજા હોવા છતાં તે ધર્મને