Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 45

background image
: ૨૨ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
રાગ વગરના સર્વજ્ઞદેવ, પરિગ્રહ વગરના શુદ્ધોપયોગી સાધુ તે નિર્ગ્રંથ ગુરુ,
અને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવીને વીતરાગતાનો ઉપદેશ દેનારાં શાસ્ત્રો, આવા દેવ–
ગુરુ–શાસ્ત્ર જગતમાં પૂજ્ય છે; તેની શ્રદ્ધા અને ઓળખાણ વડે આત્મહિત પમાય છે.
વળી તે મુનિરાજે કહ્યું કે–નંદીશ્વરદ્વીપમાં બાવન શાશ્વત જિનમંદિરો છે ને તેમાં
કુલ પ૬૧૬ વીતરાગી જિનપ્રતિમા બિરાજે છે. તે જિનપ્રતિમા આત્માના શુદ્ધસ્વરૂપનું
પ્રતિબિંબ છે. જેમ અરીસામાં જોતાં પોતાનું મુખ દેખાય છે તેમ વીતરાગી જિનબિંબના
દર્શનવડે આત્માનું શુદ્ધસ્વરૂપ અરિહંત જેવું છે તે લક્ષમાં આવે છે; અને આત્માનું શુદ્ધ
સ્વરૂપ લક્ષમાં આવતાં મોહકર્મનો નાશ થઈ જાય છે.
–શ્રી મુનિરાજનો ઉપદેશ સાંભળીને સૌને ઘણી પ્રસન્નતા થઈ.
જિનદર્શનની પ્રભાવના અને જિનપૂજનનો મહિમા પ્રસિદ્ધ કરવા માટે
મુનિરાજે કહ્યું: હે ભવ્યજનો, સાંભળો! કોઈ ઈશ્વર આ જીવને કર્મનું ફળ
આપતા નથી, પણ જીવ પોતે જેવા શુભ કે અશુભભાવ કરે છે તેવું ફળ તેને સ્વયં મળે
છે. એક જ પ્રતિમાને દેખીને, જે પૂજા વગેરેના શુભભાવ કરે છે તેને પુણ્યફળ મળે છે,
તથા તે જ પ્રતિમાને દેખીને જે અનાદરનો અશુભ ભાવ કરે છે તેને પાપફળ મળે છે;
અને વીતરાગપ્રતિમાને દેખીને જે જીવ પોતાના શુદ્ધસ્વરૂપનું ચિંતન કરે છે તેને તેમાં તે
નિમિત્ત થાય છે. પ્રતિમામાં જેમની સ્થાપના છે તે અરિહંત પરમાત્મા શુદ્ધ
જ્ઞાનચેતનામય વીતરાગી આત્મા છે; તે આત્માને ઓળખતાં પોતાના આત્માનું
શુદ્ધસ્વરૂપ પણ ઓળખાય છે, કેમકે જેવા અરિહંત ભગવાન છે તેવો જ આ આત્મા છે.
આ રીતે અરિહંતને ઓળખતાં આત્મા ઓળખાય છે ને સમ્યગ્દર્શન થાય છે.
નંદીશ્વરના મંદિરોમાં રત્નોની શાશ્વત પ્રતિમાઓ દેખીને ઘણાય દેવો આશ્ચર્યથી
ચૈતન્યના મહિમામાં ઊતરી જાય છે ને સમ્યગ્દર્શન પામે છે. જેમ આત્માનો શુદ્ધસ્વભાવ
શાશ્વત અનાદિનો છે તેમ તેના પ્રતિબિંબરૂપ વીતરાગ પ્રતિમા પણ શાશ્વત અનાદિની
છે. પાંચસો ધનુષ (એટલે એક હજાર મીટર જેટલી) મોટી તે રત્નની મૂર્તિ એવી
આશ્ચર્યકારી છે કે જાણે સાક્ષાત્ તીર્થંકર ભગવાન જ બેઠા હોય! –જાણે