: ૨૪ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
મુમુક્ષુ–સાધક ભાવના ભાવે છે–
એક સમ્યગ્દ્રષ્ટિ–સ્વાનુભવી–સંત–ધર્માત્માના હૃદયમાં ચૈતન્યસાધનાની કેવી
લગની હોય છે..... સંસારમાં રહ્યા છતાં સંસાર પ્રત્યે કેવો ઉદાસીનભાવ વર્તે છે, અને
મુનિપદથી માંડીને સિદ્ધપદ સુધીની કેવી ભાવના તે ભાવે છે, –તે સંબંધી અનેક કાવ્યો
આવે છે.....અહીં એવું એક કાવ્ય આપ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘અપૂર્વ અવસર’
(અર્થાત્ પરમપદ પ્રાપ્તિની ભાવના) –એ કાવ્યમાં પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી
મુનિદશાથી માંડીને, શ્રેણીની, વીતરાગતાની, કેવળજ્ઞાનની અને સિદ્ધપદની કેવી ઉત્તમ
ભાવના ભાવી છે!! એક વિશેષતા એ છે કે મુનિદશાની આવી ભાવના જે જે
વૈરાગ્યવંત સન્તોએ વ્યક્ત કરી છે તે લગભગ કાવ્ય દ્વારા જ વ્યક્ત કરી
છે.......શાંતચિત્તે એકાન્તમાં વૈરાગ્યથી જ્યારે આવા કાવ્યો રટાતા હોય ત્યારે તેમાંથી
ઝરતા વૈરાગ્યમય અધ્યાત્મરસનું આસ્વાદન થાય છે. મુમુક્ષુએ તત્ત્વજ્ઞાનપૂર્વક આવી
ભાવનાઓ વડે વૈરાગ્યરસનું નિરંતર પોષણ કર્તવ્ય છે.
મૈં વો દિન કબ પાઉં.......! મૈં વો દિન કબ પાવું.......!
મૈં ચૈતન્યબિંબ બન જાઉં.....! મૈં વો દિન કબ પાવું.......!
મૈં ઘરકો છોડ વન જાઉં.....! મૈં વો દિન કબ પાવું.......!
અંતરબાહ્ય ત્યાગ પરિગ્રહ..... નગ્ન સ્વરૂપ બનાવું...
સકલ વિભાવમયી પરિણતિ તજ.... સ્વાભાવિક ચિત્ત લાવું...મૈં વો દિન૦
પર્વત ગૂફા નગર સુંદર, દીપક ચાંદ બનાવું...
ભૂમિ સૈજ આકાશ ચંદવા તકીયા ભૂજ લગાવું...મૈં વો દિન૦
ઉપલ જાન મૃગ ખાજ ખૂજાવત ઐસા ધ્યાન લગાવું...
ક્ષુધા તૃષાદિક સહ પરીષહ દ્વાદશ ભાવન ભાવું...મૈં વો દિન૦
દ્વાદશવિધ તપ તપન ધારકર દશ લક્ષણ ઉર લાવું...
સમ્યક્–દર્શન–જ્ઞાન–ચરણ–તપ આરાધન ચિત્ત લાવું...મૈં વો દિન૦
ચાર ઘાતીઆ કર્મ નાશકર કેવલજ્ઞાન ઊપાવું...
ઘાતી–અઘાતી લહું શિવ ગુરુવર ફેર ન ભવમેં આવું...મૈં વો દિન૦
(અર્થ માટે સામે પાને જુઓ.)