છોડીને વનમાં જાઉં. એવો દિવસ હું ક્્યારે પામું! અંતરમાંથી તો રાગ–દ્વેષ–મોહ અને
બહારમાંથી વસ્ત્રાદિ–એ સમસ્ત પરિગ્રહને ત્યાગીને હું અંતરમાં તેમજ બહારમાં દિગંબર
સ્વરૂપ ધારણ કરું, ને વિભાવરૂપ સમસ્ત પરિણતિને છોડીને સ્વાભાવિકદશાને પ્રગટ કરું
–એવો ધન્ય દિવસ મને ક્્યારે આવે?
જ જેની પથારી હોય, આકાશ જેનો ચંદરવો હોય, અને હાથની ભૂજા એ જ તકીયો
હોય–આવી મુનિદશા હું ક્્યારે પામું? અને પછી નિજસ્વરૂપમાં લીન થઈને એવું ધ્યાન
લગાવું કે જંગલના હરણીયાં ને મૃગલાં આ દેહને પથર સમજીને તેની સાથે ખાજ
ખુજાવતા હોય. ક્ષુધા–તૃષા વગેરે અનેક પરીષહો શાંતભાવે સહન કરું ને
બારભાવનાઓ ભાવીને વૈરાગ્યને પુષ્ટ કરું. બાર પ્રકારના તપ તપું અને દસલક્ષણ
ધર્મોને અંતરમાં ધારણ કરું; વળી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અને તપ એવી ચૌવિધ
આરાધનામાં આત્માને જોડું, તે આરાધના વડે ચાર ઘાતીઆ કર્મોને નષ્ટ કરીને
કેવળજ્ઞાન પ્રગટાવું અને પછી બાકીના અઘાતી કર્મોને પણ ઘાતીને હું ઉત્તમ મોક્ષપદ
પામું.....ને ફરી સંસારમાં ન આવું.