Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 45

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૨૭ :
હે જીવ! તું જ્ઞાનભાવના ભાવ,
જ્ઞાનચેતનારૂપ થા.
શાસ્ત્રોનું પઢવું–સાંભળવું તે બધું
જ્ઞાનચેતનારૂપ શુદ્ધભાવ પ્રગટ કરવા અર્થે જ
છે. એવા શુદ્ધભાવ વગરનું પઠન–શ્રવણ જીવને
મોક્ષ માટે કાર્યકારી નથી. સમ્યક્ત્વાદિ
શુદ્ધભાવ જ મોક્ષને માટે કાર્યકારી છે; ને તે જ
વાંચન–શ્રવણનો સાર છે.
હે જીવ! તું જ્ઞાનની ભાવના ભાવ. જ્ઞાનસ્વભાવી આત્માની સન્મુખ થઈને તેની
ભાવનાના ભાવરૂપે પરિણમન કર, મતિ–શ્રુત–અવધિ–મનઃપર્યય–કેવળજ્ઞાન એ પાંચે
પર્યાયો જ્ઞાનની જ છે, જ્ઞાનસ્વભાવની ભાવનાથી જ તે પર્યાયો પ્રગટે છે. માટે તું
જ્ઞાનસ્વભાવની ભાવના કર. જ્ઞાનની ભાવના અર્થે જ શાસ્ત્રનું પઠન–શ્રવણ છે; ને
શાસ્ત્રો પણ એમ જ કહે છે કે તું જ્ઞાનનો અનુભવ કર.
શાસ્ત્રોનું પઠન કે શ્રવણ કરવા છતાં જો જ્ઞાનની ભાવના ન ભાવી એટલે કે
જ્ઞાનચેતનારૂપ શુદ્ધભાવ પ્રગટ ન કર્યો તો તેનું બધું નિષ્ફળ છે. ભાવ વિના એટલે કે
આત્માના સ્વભાવની સન્મુખ થયા વિના એકલા બાહ્યવલણથી શ્રવણ–પઠન કરવાથી
જીવને શું લાભ છે? તેમાં તો વિકલ્પનો કલેશ છે, એમાં કાંઈ આનંદનું વેદન નથી.
જેનાથી ભાવશુદ્ધિ ન થાય, ને જેમાં આનંદનું વેદન ન થાય, એવા પઠન–શ્રવણથી
જીવને શું લાભ? શ્રાવકધર્મ કે મુનિધર્મ તેનું કારણ તો નિશ્ચય સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ
જ છે. ભાવશુદ્ધિ વગરની બધી ક્રિયાઓ તે તો માત્ર ખેદ છે.
કોઈ એમ સમજે કે માત્ર શાસ્ત્ર વાંચવા–સાંભળવા તે જ્ઞાન છે;–તો અહીં કહે છે
કે વાંચી–સાંભળીને પોતાને જ્ઞાનસ્વરૂપ જાણે ને આનંદનો અનુભવ કરે ત્યારે તેને
જ્ઞાનચેતના ખીલી કહેવાય, ને તેને સમ્યક્ત્વાદિરૂપ ‘ભાવ’ પ્રગટ્યા છે. આવા ભાવ
વડે જ સિદ્ધિ પમાય છે.
અહો, આત્માના દરવાજા ખુલ્લા કરીને આનંદનો ખજાનો જે બતાવે તે જ ખરૂં
જ્ઞાન છે. આનંદધામ જેમાં ન મળે તેને જ્ઞાન કોણ કહે? –એ તો અજ્ઞાન છે;