Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 45

background image
: ૨૮ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
–આવી ભાવના તો વૃદ્ધ પુરુષો કરે?
–ના; યુવાન જીવો આવી ભાવના કરે છે; જે યુવાન છે એટલે કે આત્માને
ભાઈ! જો તારા જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ તેં ન કરી તો શાસ્ત્ર વાંચી–
વાંચીને સાંભળી–સાંભળીને તેં સાર શું કાઢ્યો? વાંચન–શ્રવણનો સાર તો એ છે કે
પરભાવોથી ભિન્ન થઈને જ્ઞાનભાવરૂપે પરિણમવું. જેનું વાંચન–શ્રવણ કર્યું તે શાસ્ત્રમાં
તો એમ કહ્યું હતું કે ‘તું તારા જ્ઞાનસ્વરૂપનો અનુભવ કર.’–એ પ્રમાણે જે કરે તે જ
સિદ્ધિને પામે છે, તે જ સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવરૂપ થાય છે, ને તેનું જ જ્ઞાન સફળ છે.
માટે હે જીવ! તું જ્ઞાનભાવના ભાવ...
જ્ઞાનચેતનારૂપ થા.
(ભાવપ્રાભૃત ગા. ૬પ–૬૬)