દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૨૯ :
અમૃતચંદ્રસૂરિ પીવડાવે છે–
અનેકાન્તનાં અમૃત
(૧૪ બોલ વડે જ્ઞાનમાત્ર આત્માના અનેકાન્તસ્વરૂપની સમજણ)
ગુરુદેવ વારંવાર કહે છે કે અહો! આ અનેકાંત
તો જૈનદર્શનના પ્રાણ છે; આ અનેકાન્ત જ્ઞાનસ્વરૂપ
આત્માને પ્રસિદ્ધ કરીને સાચું જીવન જીવાડે છે. આ
અનેકાન્તનું સ્વરૂપ સમજાવીને આચાર્યદેવે વીતરાગી
અમૃત પીવડાવ્યા છે. દીવાળીની બોણીમાં આ
અનેકાંતનાં અમૃત પીરસાય છે.
‘લીજિયે......અમૃતરસ પીજિયે....સ્વાનુભવ
કીજિયે’ .
સમયસારની ૪૧પ ગાથામાં આચાર્યદેવે ઘણા પ્રકારે સ્પષ્ટતા કરીને જ્ઞાનસ્વરૂપ
હવે આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહ્યો તેમાં બીજા ધર્મો ક્્યા પ્રકારે છે? ‘જ્ઞાનમાત્ર’
આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહેતાં એકાન્ત થઈ જતો નથી પણ જ્ઞાનમાત્ર
આત્મામાં સ્વયમેવ અનેકાન્ત પ્રકાશે છે. ‘જ્ઞાનમાત્ર’ કહેતાં જ્ઞાનથી વિરુદ્ધ એવા
અન્યભાવોનો આત્મામાંથી નિષેધ થાય છે, પણ જ્ઞાન સાથેના બીજા ધર્મોનો કાંઈ
નિષેધ થતો નથી. જ્ઞાનસ્વરૂપ આત્મામાં તત્પણું –અતત્પણું, એકપણું–અનેકપણું,
સત્પણું–અસત્પણું અને નિત્યપણું–અનિત્યપણું વગેરે અનેક ધર્મો છે, એટલે તેને
અનેકાંતપણું છે. અનેકાન્તના ઉપદેશ વડે સર્વજ્ઞભગવાને જ્ઞાનસ્વભાવી આત્માને પ્રસિદ્ધ
કર્યો છે. અનેકાન્ત કઈ રીતે આત્માને પ્રસિદ્ધ કરે છે તે વાત અહીં ૧૪ બોલ વડે
આચાર્યદેવ સમજાવે છે:–