Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 45

background image
: ૩૦ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
(૧) જ્ઞાનમાત્ર આત્માને સ્વરૂપથી તત્પણું છે; (૨) પરરૂપથી અતત્પણું છે.
(૩) જ્ઞાનમાત્ર આત્માને દ્રવ્યથી એકપણું છે; (૪) પર્યાયથી અનેકપણું છે.
(પ) જ્ઞાનમાત્ર ભાવને સ્વદ્રવ્યથી સત્પણું છે; (૬) પરદ્રવ્યોથી અસત્પણું છે.
(૭) જ્ઞાનમાત્ર ભાવને સ્વક્ષેત્રથી અસ્તિપણું છે; (૮) પરક્ષેત્રથી નાસ્તિપણું છે.
(૯) જ્ઞાનમાત્ર ભાવને સ્વકાળથી સત્પણું છે; (૧૦) પરકાળથી અસત્પણું છે.
(૧૧) જ્ઞાનમાત્ર આત્માને સ્વ–ભાવથી સત્પણું છે; (૧૨) પરભાવથી અસત્પણું છે.
(૧૩) જ્ઞાનમાત્ર ભાવને જ્ઞાનસામાન્યરૂપે નિત્યપણું છે; (૧૪)
જ્ઞાનવિશેષરૂપે અનિત્યપણું છે.
–આ રીતે અનેકાન્ત વડે આત્માનું સ્વરૂપ બરાબર સમજાય છે. આવ ૧૪ બોલ
દરેક આત્મામાં એકસાથે વર્તી રહ્યા છે. પરભાવોથી જુદો જ્ઞાનસ્વરૂપ આત્મા હું છું–એમ
સમજતાં અનેકાન્તના આ ૧૪ બોલ એકસાથે, તેમાં સમાઈ જાય છે. ‘જ્ઞાનમય હું છું’
એમ સ્વસન્મુખ થઈને અનુભવ કરતાં, ‘જ્ઞાનથી વિરુદ્ધ અન્યવસ્તુ હું નથી’ એમ પરની
નાસ્તિ પણ તેમાં આવી જ જાય છે એટલે જ્ઞાનને અનેકાન્તપણું સ્વયમેવ પોતાના
સ્વભાવથી પ્રકાશે છે. આવો અનેકાન્ત છે તે આત્માને જીવાડનાર છે.
હું મારા જ્ઞાનસ્વરૂપથી તત્રૂપ છું ને પરસાથે તદ્રૂપ હું નથી –એમ અનેકાન્ત વડે
આત્માનો ઉદ્ધાર થાય છે, એટલે કે અનેકાન્ત વડે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરતાં
જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે છે, ને વિપરીતભાવરૂપે પરિણમતું નથી; આ રીતે જ્ઞાનજીવનપણે
આત્મા જીવતો રહે છે. અજ્ઞાનદશામાં જીવ પરરૂપે પોતાને માનતો ત્યારે મિથ્યાભાવને
લીધે તેને ભાવમરણ થતું હતું, જ્ઞાનનું જ્ઞાનજીવન (જ્ઞાનપરિણમન) રહેતું ન હતું;
અનેકાન્ત તે ભાવમરણથી બચાવે છે, ને જ્ઞાનજીવનપણે આત્માને જીવાડે છે. આ રીતે
અનેકાન્ત તે જીવન છે, અનેકાન્ત તે અમૃત છે; અનેકાન્ત તે જૈનશાસનનો સાર છે,
તેના વડે જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. આવા અનેકાન્તના ૧૪ બોલના
વિસ્તાર વડે આચાર્યદેવ જ્ઞાનસ્વરૂપ આત્માને પ્રસિદ્ધ કરે છે; એટલે અનેકાન્તના આ
૧૪ બોલ વડે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરતાં તેનો અનુભવ થાય છે. આત્માનો
અનુભવ થાય એનું નામ જ આત્માની પ્રસિદ્ધિ છે. આત્માની આવી પ્રસિદ્ધિ માટે અહીં
અનેકાન્તના ૧૪ બોલનો વિસ્તાર કરે છે.
(૧–૨) જ્ઞાનસ્વરૂપ આત્માને સ્વરૂપથી તત્પણું, ને પરરૂપથી અતત્પણું
આત્માને પોતાના જ્ઞાનસ્વરૂપ સાથે તન્મયપણું છે, તેથી પોતાના સ્વરૂપથી