Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 45

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૩૧ :
તેને તત્પણું છે, ને પરજ્ઞેયો સાથે તેને તન્મયપણું નથી તેથી પરરૂપથી તેને અતત્પણું
છે; આમ તત્પણું ને અતત્પણું એવા બંને ધર્મોરૂપ અનેકાન્તપણું જ્ઞાનસ્વરૂપ આત્મામાં
સ્વયમેવ પ્રકાશી રહ્યું છે. ભાઈ! તારો આત્મા આવા સ્વરૂપે છે, તેનો નિર્ણય તો કર.
આત્માનો સ્વભાવ જ્ઞાન છે, ને પદાર્થો તેનું જ્ઞેય છે. જ્ઞેયોને જાણે એવું જ્ઞાનનું
સ્વાભાવિક સામર્થ્ય છે; જ્ઞાનને પોતાના નિજરસથી જ પદાર્થો સાથે જ્ઞાતા–જ્ઞેયપણાનો
સંબંધ છે. ત્યાં પોતાના જ્ઞાનરસમાં તન્મયપણું ભૂલીને અજ્ઞાની પોતાના જ્ઞાનતત્ત્વને
પરજ્ઞેયરૂપે માની લ્યે છે, જ્ઞાનને પરની સાથે તન્મયપણું માને છે એટલે જ્ઞાનતત્ત્વનો તે
નાશ કરે છે, અર્થાત્ જ્ઞેયોથી ભિન્ન પોતાના જ્ઞાનને તે ભૂલી જાય છે. પણ સર્વજ્ઞદેવે
કહેલું અનેકાન્તમય વસ્તુસ્વરૂપ તેને એમ પ્રસિદ્ધ કરે છે કે હે જીવ! તું તો જ્ઞાન છો,
તારું તત્પણું તો નિજ સ્વરૂપમાં છે; તારું તો જ્ઞાનરૂપ પરિણમન છે, કાંઈ જ્ઞેયોમાં તું
ચાલ્યો ગયો નથી. માટે તારા જ્ઞાનમાં જ તારું તન્મયપણું જાણ! ને જ્ઞેયોથી ભિન્ન એવા
જ્ઞાનને જ સ્વપણે અનુભવમાં લે. આમ સ્વરૂપથી તત્પણું બતાવીને અનેકાંત તે જીવનો
ઉદ્ધાર કરે છે, તેનું અજ્ઞાન મટાડીને તેને જ્ઞાની કરે છે.
વળી અજ્ઞાની, પરજ્ઞેયો જ્ઞાનમાં જણાય ત્યાં એમ માને છે કે આ જ્ઞેયપણે જે
કાંઈ જણાય છે તે બધું હું જ છું, પરને લીધે જ મારા જ્ઞાનનું અસ્તિત્વ છે, પરને લીધે
મને જ્ઞાન થાય છે–એમ તે જ્ઞાનથી ભિન્ન એવા પરજ્ઞેયોને પણ પોતાપણે માનીને,
પોતાના સ્વાધીન અસ્તિત્વનો નાશ કરે છે, જ્ઞાનનું પરજ્ઞેયોથી અતત્પણું છે–એટલે
ભિન્નપણું છે તેને તે જાણતો નથી. ત્યારે અનેકાન્ત તેને પરથી અતત્પણું બતાવીને
ભિન્નજ્ઞાનને પ્રસિદ્ધ કરે છે કે હે ભાઈ! તું તો વિશ્વથી ભિન્ન જ્ઞાન છો. જાણનારો તું
છો, પણ જે પરજ્ઞેયો જણાય છે તે તું નથી; જ્ઞાન અને જ્ઞેયોની અત્યંત ભિન્નતા છે.
ભાઈ, તું પોતે જ્ઞાન છો; તારું તત્ત્વ તારા જ્ઞાનમાં છે. તારું જ્ઞાન જેમાં નથી
એવા જે ભિન્ન પરજ્ઞેયો તે તારી અપેક્ષાએ તો અજ્ઞાન–તત્ત્વ છે, કેમકે તારા જ્ઞાનરૂપે તે
પરિણમતા નથી. તારા જ્ઞાનપરિણમનને છોડીને, જેમાં તારા જ્ઞાનનું અતત્પણું છે એવા
અજ્ઞાનતત્ત્વને તું પોતાના આત્મારૂપે માને છે, પણ તેમાં તો તારો નાશ થાય છે. માટે તું
તારા જ્ઞાનને વિશ્વથી ભિન્ન દેખ, ને પોતાના જ્ઞાનમાં જ તું તન્મય રહે. આ રીતે
અનેકાન્ત જ આત્માને જ્ઞાનમાત્રભાવપણે જીવંત રાખે છે.
પરચીજ વડે મારો ઉદ્ધાર થશે, પરચીજ વડે જ્ઞાન પમાશે, એમ બીજા વડે
જ્ઞાનની પ્રાપ્તિ જે માને છે તે જ્ઞાનને પોતાપણે તત્ ન માનતાં પર સાથે એકમેક