Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 45

background image
: ૩૨ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
માને છે. પરથી તો જ્ઞાન અતત્રૂપ છે, તેમાંથી જ્ઞાન આવતું નથી છતાં તેને લીધે જ્ઞાન
થવાનું માને છે તે સ્વ–પરની ભેળસેળ કરીને શુદ્ધજ્ઞાન સાથે દગો કરે છે, જ્ઞાન
પરિણમનનો નાશ કરીને અજ્ઞાનરૂપ પરિણમે છે. પણ અનેકાન્ત તેને વિશ્વથી ભિન્નતા
બતાવીને પોતાના જ્ઞાનમાં જ એકાગ્રતા કરાવે છે. –એ રીતે તેને જીવાડે છે, જ્ઞાનરૂપ
પરિણમાવે છે.
૩–૪, જ્ઞાનમાત્રભાવનું દ્રવ્ય અપેક્ષાએ એકપણું,
ને પર્યાયઅપેક્ષાએ અનેકપણું
જ્ઞાનમાત્ર ભાવમાં એકપણું તેમ જ અનેકપણું પણ છે એટલે તેને અનેકાન્તપણું
પ્રકાશે છે. –કઈ રીતે? કે જ્ઞાનમાં અનેક જ્ઞેયાકારો જણાય તેથી કાંઈ જ્ઞાન ખંડખંડ થઈ
જતું નથી; અનેક જ્ઞેયોને જાણવારૂપે જ્ઞાન પરિણમે છે તોપણ દ્રવ્યપણે જ્ઞાન એક છે.
અનેક જ્ઞેયોને જાણવારૂપ જ્ઞાન પરિણમે એટલે જ્ઞાનપર્યાયમાં પણ એવા અનેક પ્રકાર
પડે, છતાં અખંડ એક જ્ઞાનમય દ્રવ્યના અવલંબને જ તે પર્યાયો થાય છે, એટલે દ્રવ્યથી
જ્ઞાનભાવનું એકપણું છે. દ્રવ્યથી એકપણું રાખીને અનેકવિધ પર્યાયરૂપે જ્ઞાન પરિણમે
છે.
વળી જ્ઞાનપર્યાયમાં અનેક જ્ઞેયોને જાણવાનું સામર્થ્ય છે; જ્ઞાનનું જ એવું સામર્થ્ય
છે તેથી જ્ઞાનમાં અનેક જ્ઞેયો જણાય છે, ત્યાં અજ્ઞાની અનેક પ્રકારનાં તે જ્ઞાનાકારોને
કાઢી નાંખવા માંગે છે ને એકરૂપ જ જ્ઞાનને ઈચ્છે છે–એ તેનો ભ્રમ છે; તે પોતાની
પર્યાયને કાઢી નાંખવા ઈચ્છે છે. તેને અનેકાન્ત સાચું સ્વરૂપ સમજાવે છે કે ભાઈ!
પર્યાય અપેક્ષાએ તારા જ્ઞાનને અનેકપણું છે; જ્ઞાનમાં અનેક જ્ઞેયોનાં આકારો જણાય છે
તે તો જ્ઞાનની સ્વચ્છતાનું સામર્થ્ય છે. જ્ઞાનમાં અનેકાકારો જણાય તેથી કાંઈ તે
જ્ઞાનાકારોમાં રાગ–દ્વેષ આવી જતા નથી. જગતના અનંતજ્ઞેયો જ્ઞાનમાં એક સાથે
જણાય એ તો તારી જ્ઞાનપર્યાયનું સામર્થ્ય છે. અનેક જ્ઞેયપદાર્થો જ્ઞાનમાં જણાય છતાં
જ્ઞાન તે પરજ્ઞેયોથી જુદું છે. જ્ઞાનની પર્યાયમાં અનેકતા જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે.
દ્રવ્યપણે આત્મા સદા એક ચૈતન્યમય જ્ઞાનઆકાર છે; ને પર્યાયઅપેક્ષાએ અનેક
જ્ઞેયો તેમાં જ્ઞેયપણે જણાય એવું અનેકઆકારપણું છે, તે પણ જ્ઞાનના જ પરિણમનનું
સામર્થ્ય છે. આ રીતે જ્ઞાનમાં એકપણું ને અનેકપણું બંને એક સાથે પ્રકાશતો થકો
અનેકાન્ત સાચું સ્વરૂપ બતાવે છે, એટલે સમ્યગ્જ્ઞાનથી આત્માને જીવાડે છે.