દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૩૩ :
જ્ઞાનમાં જડ–ચેતન, રાગ–દ્વેષ આદિ ઘણાં જ્ઞેયો એક સાથે જણાય તેથી કાંઈ
(હવે પોતાનાં દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિપણું, અને પરનાં દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવથી નાસ્તિપણું, –એમ સત્–અસત્ના આઠ બોલ કહે છે.)
પ–૬, જ્ઞાનમાત્રભાવને સ્વદ્રવ્યથી સત્પણું, પરદ્રવ્યથી અસત્પણું
આ જ્ઞાનમાત્રભાવ આત્મા છે ને જ્ઞાતૃદ્રવ્ય છે; ને પરદ્રવ્યો સ્વયં પરિણમતા થકા
ભાઈ! જે કોઈ પરદ્રવ્યનું પરિણમન છે તેમાં તુ નથી; જ્ઞાનમય જે તારું સ્વદ્રવ્ય
છે તેમાં જ તું છો. –એમ સ્વસન્મુખ થઈને તારા સ્વદ્રવ્યને તું દેખ. તેમાં પરનો પ્રવેશ
નથી.
જુઓ, આ અનેકાન્તના વીતરાગી અમૃત સંતો પીવડાવે છે.
દિવાળીની બોણીમાં આ અનેકાન્તનાં અમૃત પીરસાય છે.
અહો! જ્ઞાનનું સત્પણું સ્વદ્રવ્યથી છે, માટે જ્ઞાનને સ્વદ્રવ્યમાં શોધ, પરમાં ન
શોધ. સ્વદ્રવ્યને લક્ષમાં લેતાં તારા અસ્તિત્વમાં જ તને વીતરાગી આનંદના અમૃતનો