Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 45

background image
: ૩૪ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
અનુભવ થશે. પરજ્ઞેયોથી તારું અસત્પણું છે. શાસ્ત્રો–વાણી–ઈન્દ્રિયો કે વિકલ્પો –
તેનાથી જે જ્ઞાનની ઉત્પત્તિ માને છે તે પરજ્ઞેયોને જ્ઞાનપણે જ માને છે; પણ અનેકાન્ત
તેને પરદ્રવ્યથી અસત્પણું બતાવીને એમ સમજાવે છે કે હે ભાઈ! પર જ્ઞેયોમાંથી તારું
જ્ઞાન આવતું નથી. જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞાનમાં છે; પરનું અસ્તિત્વ પરમાં છે, પરમાં
જ્ઞાનનું નાસ્તિત્વ છે. –આમ અનેકાન્તવડે તું પરદ્રવ્યથી તારી ભિન્નતા જાણ.
ભગવાનની વાણીમાં એમ આવ્યું કે ‘હે જીવ! તું જ્ઞાન છો. ’ એ જ વખતે અહીં
જીવને પણ એવું જ જ્ઞાન થયું. –ત્યાં અજ્ઞાની ભ્રમ કરે છે કે વાણીને લીધે મને જ્ઞાન
થયું! એટલે જ્ઞાનનું સત્પણું પોતામાં છે ને વાણીમાં જ્ઞાનનું સત્પણું નથી એવા
અનેકાન્તને તે અજ્ઞાની ઓળખતો નથી. જો અનેકાન્તસ્વરૂપને સમજે એટલે કે જ્ઞાનનું
સ્વથી સત્પણું ને પરથી અસત્પણું સમજે તો પરને લીધે જ્ઞાન થવાનું માને નહીં;
એટલે સ્વદ્રવ્યાશ્રિત જ્ઞાનપરિણમન થતાં પરમ આનંદરૂપ અમૃત તેને પ્રગટે.
જુઓ, આ અનેકાન્તમાં તો જૈનધર્મનું મૂળરહસ્ય છે; વિશ્વના વસ્તુસ્વરૂપને આ
અનેકાન્ત પ્રકાશે છે. અનેકાન્ત તો સર્વજ્ઞ ભગવાનનું અમોઘ લાંછન છે. ભાઈ, તારા
જ્ઞાનનું સત્પણું તારાથી જ છે, કોઈ બીજાને લીધે (દેવ–ગુરુ–શાસ્ત્રને લીધે કે ઈન્દ્રિયોને
લીધે કે વિકલ્પોને લીધે) તારા જ્ઞાનનું સત્પણું નથી. તારું જ્ઞાન બીજો કોઈ આપે નહિ
ને તારા જ્ઞાનને બીજું કોઈ હણી શકે નહીં. સ્વાધીન જ્ઞાનપણે પરિણમતો આત્મા
આનંદના અમૃતને પોતાના અસ્તિત્વમાં અનુભવે છે. –આવું આનંદજીવન અનેકાન્ત
જીવાડે છે. (–વિશેષ આવતા અંકે)
* * * * * *
વિવિધ સમાચાર:– પ્રભાવના અને પ્રચાર સંબંધી કેટલાક સમાચાર ગતાંકમાં
આપેલ હતા. તદુપરાંત તલોદ–શિક્ષણશિબિર, જયપુર, લલિતપુર, ખંડવા, છિન્દવાડા,
પ્રતાપગઢ, ભોપાલ, રતલામ, જસવંતનગર, માધોગંજ–લશ્કર–ગ્વાલિયર, મંદસૌર,
શમસાબાદ, અશોકનગર, ગુના, પુના, નિરા બારામતી પિપરઈગાંવ, લોહારદા,
રાઘવગઢ, સાગર ધરણગાંવ, બડનગર, બીના–બજરિયા વગેરે સ્થળે પણ સોનગઢના
પ્રચારવિભાગ તરફથી વિદ્વાન ભાઈઓ ગયેલા, અને ત્યાં હજારોની સંખ્યામાં
મુમુક્ષુઓએ લાભ લીધેલ, તેના ઉત્સાહભર્યા સમાચાર પ્રાપ્ત થયેલ છે, અનેક સ્થળે
જૈન–પાઠશાળા પણ ચાલુ થયેલ છે. –ધન્યવાદ!
ભગવાન પારસનાથ:– સચિત્ર દશભવના વર્ણનનું પુસ્તક તૈયાર થઈ ગયું છે:
કિંમત એક રૂપીયો (ગતાંકમાં ભૂલથી ૦૦–૮૦ પૈસા લખેલ છે.)