સ્વભાવથી ભરેલો પરિપૂર્ણ છો; કોઈ રાગને લીધે કે કોઈ સંયોગને લીધે તારી
મહાનતા નથી. પોતાના સ્વભાવને દ્રષ્ટિમાં લેતાં સ્વસન્મુખ વીર્યભાવ ઉલ્લસીને
પરમ આનંદનો અનુભવ થાય છે. પરથી ભિન્ન આત્માને જૈનશાસન ઓળખાવે છે.
આવા આત્માને ઓળખતાં પરદ્રવ્યનો અહંકાર છૂટી જાય છે, ને મોહરહિત એવા
સમ્યક્ત્વાદિ નિર્મળભાવરૂપ અપૂર્વ બોધિ પ્રગટે છે.
ત્રણભુવનમાં સાર છે, તે આનંદનું દેનાર છે. આવા ઉત્તમ ધર્મમાં હે જીવ! તું
પ્રવેશી જા. લૌકિક પંચાયત વગેરેના હોદામાં પોતાની ગણતરી કરાવવા જીવ
કેવો રસ લ્યે છે? પણ એ પદવીમાં તો કાંઈ નથી, ભાઈ! આ વીતરાગ
ભગવાનના માર્ગમાં તારી ગણતરી થાય એવો પ્રયત્ન કર. આત્માને
ઓળખીને સમ્યગ્દર્શનાદિ પ્રગટ કર–જેથી અરિહંત ભગવાનના પરિવારમાં
તારી ગણતરી થાય, મોક્ષના માર્ગમાં તારો પ્રવેશ થાય. ભગવાનના માર્ગમાં
ભળ્યો–તેનાથી અધિક બીજું શું?
સ્વરૂપની સાવધાની કરાવીને પરનું મમત્વ તે છોડાવે છે. રાગની લગની છોડાવીને
ચૈતન્યસ્વરૂપ આત્માની લગની તે લગાડે છે, ને બોધિલાભ કરાવે છે.
ભાવશુદ્ધિ વગરના જીવને તીર્થંકરપણું વગેરે કદી હોતું નથી. અજ્ઞાનીનો શુભરાગ
તે કાંઈ ભાવશુદ્ધિ નથી; જ્ઞાનીને પણ જે શુભરાગ છે તે કાંઈ ધર્મ નથી, પણ તે
વખતે જે સમ્યક્ત્વાદિભાવ છે તે મોહવગરનો ભાવ જ ધર્મ છે, તે જ મોક્ષનો
ઉપાય છે.