Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 45

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૩૭ :
આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય જીવો! આત્માના ધર્મનું આવું સ્વરૂપ જાણીને તમે
પરમ બહુમાનથી તેનું સેવન કરો. જિનેશ્વર ભગવાનનું શાસન પામીને આવા
વીતરાગભાવરૂપ ધર્મને તમે સેવો. આત્માના ધર્મનું આવું સ્વરૂપ જૈનધર્મ જ બતાવે છે;
તેની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. મહાભાગ્યે આવો જૈનધર્મ પ્રાપ્ત થયો છે તો હવે આત્માની
ઓળખાણ કરો ને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ અપૂર્વ બોધિ પ્રગટ કરો. જેણે આત્માના
સમ્યક્ સ્વભાવનો અનુભવ કરીને મોહનો નાશ કર્યો ને સમ્યક્ત્વાદિ વીતરાગીભાવ
પ્રગટ કર્યો. તે જીવ સર્વજ્ઞપરમાત્માના પરિવારમાં આવ્યો. હે જીવ! તું પણ આત્માને
ઓળખીને પરમાત્માના પરિવારમાં આવી જા.
(ભાવપ્રાભૃત–પ્રવચન)
આપ આ બધું મેળવવા ચાહો છો?
પૂ. ગુરુદેવના પ્રવચનોની તાજી પ્રસાદી, વીતરાગી
જિનશાસ્ત્રોની અવનવી વાતો, તીર્થંકરાદિ મહાપુરુષોનાં
જીવનના ઉત્તમ પ્રસંગો, આત્માને જ્ઞાન અને વૈરાગ્યની પ્રેરણા
આપે તેવી ચર્ચાઓ, જૈનસમાજના મહત્ત્વના સમાચારો,
અનેક પ્રકારે દેવ–ગુરુ–શાસ્ત્રનો મહિમા તથા પ્રચાર,
તીર્થયાત્રા વગેરે પ્રસંગો, અનેક મુમુક્ષુઓના વિચારો, અને
હજારો બાળકોને ધર્મમાં ઉત્સાહ પ્રેરનારો બાલવિભાગ,
જિજ્ઞાસુઓની અનેક શંકાનું સમાધાન, –એ બધુંય આપ
એકસાથે મેળવવા ચાહો છો? ...હા! ... તો આપે ‘આત્મધર્મ’
વાંચવું જોઈએ.
‘આત્મધર્મ’ નું લવાજમ ચાર રૂપિયા આપે ભરી દીધું?
...... તો ધન્યવાદ! અને હજી ન ભર્યું હોય તો પહેલું કામ એ
કરો......જેથી આત્મધર્મ આપને નિયમિત મળે: આત્મધર્મનું
વર્ષ કારતકમાસથી શરૂ થાય છે. દરમહિનાની પહેલી તારીખે
અંક રવાના થાય છે. લવાજમ મોકલવાનું સરનામું :
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)