Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
: ૩૮ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
* ધર્મ પ્રેમી પ્યારા નાનકડા બંધુઓને– *
વહાલા બંધુઓ! ‘અભિનંદન! ’ સાથે દિવાળીનિમિત્તે તમને આ ટૂંકો પત્ર લખું
અહા, કેવો સરસ છે મહાવીરનો માર્ગ! કેવો મજાનો છે આપણો જૈનધર્મ?
વહાલા બંધુઓ! ખૂબખૂબ જાગૃતિપૂર્વક તમે ધર્મમાં રસ લેજો. આપણા
આપણા જૈનધર્મમાં નાની નાની ઉમરમાં પણ ઘણાય મહાપુરુષો થયા છે.
ભરતચક્રીના નાનકડા રાજકુમારો આત્માને સાધતા હતા, કુંદકુંદસ્વામીએ ૧૧ વર્ષે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કર્યા હતા, ચંદનબાળા વગેરે બહેનોએ પણ નાની
વયથી જ વૈરાગી થઈને આત્માનું કલ્યાણ કર્યું હતું. આપણે એ મહાત્માઓના જીવનનું
ઉદાહરણ લઈને આપણા આત્માની ઉન્નત્તિ કરવાની છે.