દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૩૯ :
વળી મહાવીરપ્રભુની અઢીહજારમી મોક્ષજયંતિ પણ ટૂંક વખતમાં આવી રહી છે.
અહીં હજારમી એ મોક્ષજયંતિ આપણા સમયમાં આવી, ને તે ઉજવવાનું મહાન ભાગ્ય
આપણને મળ્યું; બહારમાં તો ઘણી ધૂમધામ થશે જ–પણ તે માટે ખરી તૈયારી તો
આત્મામાં કરવાની છે; આત્મામાં ઉત્તમ ભાવ પ્રગટ કરીને તેને વીરપ્રભુના માર્ગમાં લઈ
જવો તે જ ખરી મોક્ષજયંતિ છે.
આવી મોક્ષજયંતિ ઉજવવા માટે સંસાર તરફના ભાવો આપણે છોડવા પડશે.
બહારના ભાવોનું વલણ છોડીને વારંવાર આત્માના સ્વરૂપ તરફ વળવાનો ઉદ્યમ
કરવાનો છે. મહા ભાગ્યે આવો માર્ગ બતાવનારા ગુરુ આપણને મળ્યા છે. માટે હે
મહાવીરનાં સંતાનો! તમે વીરતાપૂર્વક આ માર્ગને સાધજો.
(जय महावीर)
અભ્યાસ કરો. રાત્રે ખાવાનું છોડો ને સીનેમા જોવાનું છોડો. –આટલું કરો.
* * * * *
વિવિધ......વચનામૃત
વાહ...... ગુરુ–શિષ્યની ઉત્તમ જોડી!
(૧) આસો વદ અમાસે ભગવાન કેવળજ્ઞાનનો વારસો લઈને
મહાવીર સિદ્ધપદ પામ્યા. અરિહંત થયા,
કેવળજ્ઞાનનો વારસો લઈને શ્રુતકેવળી થયા.
–ધન્ય એ ગુરુ–શિષ્યની જોડી! એ જ દિવસે જંબુસ્વામી તેમના
(૨) પછી ગૌતમસ્વામી જે દિવસે કેવળજ્ઞાનનો વારસો લઈને
સિદ્ધપદ પામ્યા, અરિહંત થયા.
તે જ દિવસે સુધર્મસ્વામી તેમના –ધન્ય એ ગુરુ–શિષ્યની જોડી!