: ૪૦ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
જંબુસ્વામીના કેવળજ્ઞાનના વારસદાર કોઈ ન હોવાથી તેઓ અંતિમ કેવળી
કહેવાયા.)
દેણાથી છૂટવાની રીત
એક વેપારીને ઘણું દેણું થયું......કંટાળીને તેણે પેઢી બદલીને બીજે ગામ પેઢી
ખોલી, પણ લેણદારો તો ત્યાં પણ આવ્યા. પેઢીનું સ્થાન બદલવાથી કાંઈ દેણું છૂટે નહિ.
દેણાથી છૂટવાની રીત તો એક જ છે કે કમાણી કરવી. કમાણી કરે તો દેણું તૂટી જાય.
તેમ સંસારમાં રખડતો જીવ અજ્ઞાનથી અનેક વિધ કર્મો બાંધે છે, ને કર્મનું દેણું
ઊભું કરે છે. પછી તેનું ફળ ભોગવવા ટાણે કંટાળીને તેનાથી છૂટવા માંગે છે. આ દેહ
છોડીને બીજા દેહમાં જઉં તો કર્મથી છૂટી જઈશ–એમ મૂઢતાથી માને છે. પણ ભાઈ!
તારા બાંધેલા કર્મો તો ત્યાં પણ તારી સાથે આવશે જ. દેહરૂપી દુકાન બદલવાથી કાંઈ
કર્મનું દેણું છૂટે નહિ. કર્મના દેણાથી છૂટવાની રીત તો એક જ છે કે ધર્મની કમાણી કરવી.
ધર્મની કમાણી કરતાં કર્મનું દેણું તૂટી જાય છે.
* મનઃપર્યયજ્ઞાન * પરિહારવિશુદ્ધિ સંયમ
* આહારકશરીર * પ્રથમોપશમ સમ્યક્ત્વ
–ઉપરની ચારે વસ્તુઓ કેવી સુંદર છે! વાહ! એક સાથે આ ચારે વસ્તુ મલી
જાય તો? –પણ સબુર! તેમનામાં એક વિશેષતા એવી છે કે તે ચાર વસ્તુઓ એક જ
જીવમાં એકબીજાની સાથે કદી રહી શકતી નથી; જ્યાં એક હોય ત્યાં બીજી કોઈ હોય
નહીં.
જેને મૃત્યુ જ નથી એને ભય શો?
અવિનાશી આતમરામનો અનુભવ કરનારને ભય નથી.
વિજ્ઞપ્તિ
‘નિયમસાર’ ગુજરાતી ઘણા વખતથી પ્રાપ્ત નથી તેથી તે શાસ્ત્ર ફરીથી
છપાવવાની વિચારણા ચાલે છે. ગ્રાહક–સંખ્યા ઠીક ઠીક પ્રમાણમાં થઈ જશે તો જ
છપાવવાનું નક્કી કરી શકાશે, માટે પ્રત્યેક ગામના મંડળ અથવા જિજ્ઞાસુને પ્રાર્થના છે કે
તેઓ પોતપોતાની આવશ્યકતા અનુસાર ઓર્ડર શીઘ્ર લખી મોકલે.
–શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ; સોનગઢ (સૌરાષ્ટ્ર)