Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 45

background image
: ૪ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
મોક્ષને સાધવાની રીત
મારા સમ્યક્ત્વાદિ ભાવનું કારણ મારો આત્મા જ છે
પોતાના મોક્ષને સાધવાની રીત જાણીને મુમુક્ષુ
મહા આનંદિત થાય છે. અહા, મહાવીર ભગવાને જે
માર્ગથી મોક્ષને સાધ્યો તે જ માર્ગ ‘આજે’ મને પ્રાપ્ત
થયો...... મારા મોક્ષનું કારણ મારામાં જ છે–એમ
અંતર્મુખ અવલોકનવડે ધર્મી જીવ આનંદથી મોક્ષ
સાધે છે, તેનું આ વર્ણન છે.
(આસો વદ ચોથના પ્રવચનમાંથી : ભાવપ્રાભૃત ગાથા પ૬ થી ૬૦)
* * * * *
આત્માના શુદ્ધભાવરૂપ જે ભાવલિંગ તે મોક્ષનું કારણ છે; તે ભાવલિંગના ધારક
સાધુ કેવા હોય? તેમને આત્માનો અનુભવ કેવો હોય? તેની આ વાત છે. પ્રથમ તો
દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને જેમણે દેહનું મમત્વ છોડી દીધું છે, અને
અંતરમાં ક્રોધ–માનાદિ કષાયો છોડીને આત્માના સ્વરૂપમાં જે એકાગ્ર છે તે ભાવલિંગી
સાધુ છે. આ રીતે મોહાદિ રહિત આત્માના શુદ્ધપરિણામ, સ્વાભાવિક જ્ઞાનચેતનારૂપ
ભાવ, તે મોક્ષનું સાધન છે.
સર્વત્ર મમત્વને છોડીને નિર્મોહ થઈને ધર્મીજીવ પોતાના આત્માનું જ અવલંબન
લ્યે છે.–
પરિવર્જું છું હું મમત્વને, નિર્મમપણે સ્થિત હું રહું,
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વે પરિહરું.
(ભાવપાહુડ ગાથા ૫૭; નિયમસાર ગાથા.૯૯)
આ રીતે પોતાના આત્માના જ અવલંબને જે નિર્મોહરૂપ સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ
પ્રગટે તે મુનિનું ભાવલિંગ છે. આવા શુદ્ધસ્વભાવ વગર સાધુપણું હોતું નથી.
શુદ્ધભાવમાં પોતાના આત્મા સિવાય કોઈ બીજાનું અવલંબન નથી.