તેનું અદ્ભુત વર્ણન સાંભળીને રાજા પોતાના મહેલમાંથી તેને નમસ્કાર કરવા લાગ્યો,
અને અયોધ્યાનગરીમાં પણ તેવી જ રચના કરવાનું તેને મન થયું. રાજ્યના ઉત્તમ
કારીગરોને બોલાવીને સૂર્યવિમાન જેવું જ એક સુંદર વિમાન બનાવ્યું; અને હીરા માણેક
રત્ન જડેલા તે વિમાનમાં સુંદર જિનપ્રતિમાની સ્થાપના કરી. આ વિમાનની અને તેમાં
બિરાજમાન પ્રતિમાની આશ્ચર્યકારી શોભા દેખીને આનંદરાજાને આનંદનો પાર ન રહ્યો.
તેઓ હંમેશાં સવાર–સાંજ તેની પૂજા કરવા લાગ્યા. આ રીતે રાજાને સૂર્યવિમાનસ્થિતિ
જિનબિંબની પૂજા કરતા દેખીને તેના ઉપર વિશ્વાસને કારણે લોકો પણ દેખાદેખીથી
સૂર્યવિમાનને નમસ્કાર કરવા લાગ્યા. રાજા તો સૂર્યવિમાનને નહીં પણ તેમાં સ્થિત
જિનબિંબને નમસ્કાર કરતો હતો;–પણ જેમ બાહ્ય જીવો નિશ્ચયને જાણ્યા વગર
વ્યવહારને ભજવા લાગે છે તેમ અન્યમતિ લોકો પણ જિનબિંબને બદલે સૂર્યને પૂજવા
લાગ્યા.
ઘણાં વર્ષો વીતી ગયાં; એક દિવસ તે રાજાએ પોતાના માથામાં સફેદ વાળ દેખ્યા, અને
તરત જ તેનું હૃદય વૈરાગ્યથી કંપી ઊઠ્યું કે અરે! યુવાનીના લાખો વર્ષો વીતી ગયા ને
વૃદ્ધાવસ્થા તો આવવા લાગી; આ સફેદવાળ મૃત્યુરાજાનો સંદેશો લઈને આવ્યો છે કે હે
જીવ! હવે જલદી ચારિત્રદશાને ધારણ કરીને આત્મ–કલ્યાણ કર. માટે હવે મારે
આત્મહિતમાં ઘડીનોય વિલંબ કરવા જેવો નથી. આજે જ આ સંસારનો સર્વ પરિગ્રહ
છોડીને, હું શુદ્ધોપયોગી મુનિ થઈશ અને ઉપયોગસ્વરૂપ મારા આત્મામાં એકાગ્ર થઈને
ચારિત્રદશા પ્રગટ કરીશ–આવા દ્રઢ નિશ્ચયપૂર્વક તેઓ વૈરાગ્યને પુષ્ટ કરનારી બાર
ભાવના ચિંતવવા લાગ્યા.
(૧) આ શરીરાદિ સંયોગ અને રાગાદિ પરભાવો અધુ્રવ છે; મારો ઉપયોગસ્વરૂપ