સોના–રત્નોની અદ્ભુત શોભાવાળાં દેવોનાં નગર છે. પુણ્યના પ્રભાવે ત્યાં અનેક
કલ્પવૃક્ષો અને ચિંતામણિ પણ સુલભ છે. પરંતુ શાસ્ત્રકાર કહે છે કે, કલ્પવૃક્ષ પાસે તો
ફળની યાચના કરવી પડે ને ચિંતામણી પાસે ચિંતવવું પડે ત્યારે તે ફળ આપે છે, પણ
વીતરાગધર્મ તો એવો છે કે તે ઈચ્છા વગર પણ ઉત્તમ ફળને આપે છે, માટે ધર્મ જ
શ્રેષ્ઠ છે. આનતસ્વર્ગમાં ઉપજેલા આપણા કથાનાયકને સ્વર્ગમાં આ છેલ્લો અવતાર છે,
હવેના ભવમાં તો તે ભગવાન થશે. સ્વર્ગના કેટલાય દેવો તેની સેવા કરવા લાગ્યા.
અવધિજ્ઞાનથી તેણે પોતાના પૂર્વભવને જાણ્યો અને જૈનધર્મમાં તેની ભક્તિ દ્રઢ થઈ.
દેવલોકના અનેક ભોગોપભોગની વચ્ચે પણ તે જાણતા હતા કે આ ભોગોની ઈચ્છા તે
વડે જ શાંત થશે. –આ દેવલોકમાં ચારિત્રદશા નથી, ચારિત્રદશા તો મનુષ્યને જ થાય
છે. હવે મનુષ્ય થઈને અમે અમારી ચારિત્રદશા પૂર્ણ કરીશું ને ફરીથી આ સંસારના
ચક્કરમાં નહીં આવીએ. આમ ચારિત્રદશાની ભાવનાપૂર્વક, સમ્યક્ત્વની આરાધના
સહિત તેઓ દેવલોકમાં અસંખ્ય વર્ષ સુધી રહ્યા. તેઓ વારંવાર જિનભક્તિનો ઉત્સવ
કરતા, અને દેવોની સભામાં ઉત્તમ ધર્મોપદેશ આપતા. તેમના ઉપદેશથી સ્વર્ગના
કેટલાય દેવો સમ્યગ્દર્શન પામ્યા.
જન્મોત્સવમાં આનંદથી ભાગ લઈશું.
સિદ્ધસુખને ઝટ પામવા જિનભાવના ભાવું હવે.
સંતો કરે છે ધ્યાન જેનું પરમ જ્ઞાયકભાવ હું,
કદી મરણને પામું નહીં, છું અમર આતમરામ હું,