Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૧૯:
ભાવશુદ્ધિવંત જીવ આરાધનાને પામે છે
અહો! આત્માની આરાધનાના પંથ રાગથી ન્યારા
છે....વીતરાગી સંતોના મારગડા દુનિયાથી બહુ આઘા
છે. સુખમય આરાધના ભાવશુદ્ધિ વડે પમાય છે, રાગવડે
તે નથી પમાતી. દુનિયાથી દૂર, જગતથી જુદા અંદરના
સ્વભાવમાં ઘૂસી જાય ત્યારે વીતરાગી સંતોના માર્ગની
આરાધના પમાય છે.
* * * * *
જેને આત્માના આનંદનો અનુભવ હોય તે તો વારંવાર અંદર તે આનંદનું
ચિંતન કરે, પણ જેને આત્માના આનંદની ખબર નથી, વિષયોમાં જેણે સુખ માન્યું છે તે
તો તે વિષયોને જ ચિંતવે છે, વિષયોના ચિંતનમાં એકક્ષણ પણ તેને શાંતિ નથી. અરે
ભાઈ! આ શરીર તે તો જડ–માટી હાડકાં–ચામડાનું ઢીંગલું છે, તેમાં ક્્યાં તારું સુખ છે?
આત્મા તો આનંદનો પર્વત છે, તેનો અનુભવ કર.
આચાર્યદેવ કહે છે કે અહો! આત્માના શુદ્ધભાવ સહિત મુનિવરો ચાર
આરાધના પામીને મોક્ષના પરમસુખને અનુભવે છે; પણ જે જીવ બાહ્યથી તો મુનિ થયો
હોવા છતાં અંદરમાં સમ્યક્ત્વાદિ ભાવશુદ્ધિ વગરનો છે તે તો દીર્ઘ સંસારમાં ભમતો થકો
દુઃખી જ થાય છે–
भावसदिहो य मुणिणो पावइ आराहणा चउक्कं च।
भावरहिदो य मुणिवर भमइ चिरं दीहसंसारे।।९९।।
શુદ્ધભાવયુત મુનિ પામતા આરાધના–ચઉવિધને,
પણ ભાવરહિત જે મુનિ તે તો દીર્ઘસંસારે ભમે. ૯૯
આત્માનું ભાન કરીને તેની આરાધના કરનારા મુનિઓ તો મોક્ષસુખને પામે છે;
પણ જ્યાં આત્માનું ભાન નથી ત્યાં એક્કેય આરાધના હોતી નથી, તે તો સંસારમાં ભમે
છે, સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થ હોય તોપણ તે મોક્ષમાર્ગનો આરાધક છે; અને મિથ્યાદ્રષ્ટિજીવ
મુનિ થયો હોય તોપણ તે સંસારી જ છે, તે મોક્ષમાર્ગી નથી.